facebook

Sunday, March 17, 2019

દશૌદ એટલે શું?

મૂળબંધનાં અંદર બતાવ્યું છે કે ૧ શ્વાસ લઇને એનિ ૧ ક્ષણ થાય ,૬ શ્વાસનિ ૧ પળ થાય, ૬૦ પળનિ ૧ ઘડી થાય અને ૬૦ ઘડીનો ૧ દિવસ અને રાત થાય આને ગુણાકાર(૧x૬x૬૦x6૦= ૨૧૬૦૦)કરીએ તો ૨૧૬૦૦ થાય અને મણસ ૧ દિવસમાં ૨૧૬૦૦ શ્વાસ ઉશ્વાસ લે છે.હવે આ ૨૧૬૦૦ નો દશમો ભાગ દશૌદ કહેવાય.આ દશૌદ દિધા વગર જીવ પાવન ન થાય પરમાત્માને મેળવી ન શકે ૨૧૬૦૦નો દશમો ભાગ ૨૧૬૦ થાય તમારા ગુરૂએ જે મંત્ર આપ્યો હોય એની ૧૦ માળા સવાર અને ૧૦ માળા સાંજે ભગવાનના નામની કરવી જોઇએ.એક માળામાં ૧૦૮ મળકા હોય ૧૦ માળા કરીએ તો ૧૦૮૦ થાય આમાથી ૮૦

નામ તમને માફ કરે અને ૧૦૦૦ નામ જો ગુરૂની છબીને હ્યદયમાં લઇ એને શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી માળાનો મળકો મૂકો તો આધ્યાત્મરૂપે રોજનું જ્ઞાન ગ્રહણ કરી શકાય અને દરરોજનું જ્ઞાન ન કરીએ તો હ્યદય મેલું થાય આપણે આ ભૂમી ઉપર ભારરૂપ બનીએ

No comments:

Post a Comment