facebook

Sunday, March 17, 2019

મુખી હરીભાઇ જે.પટેલ


સ્તપંથી સેવક : મુખી હરીભાઇ જે.પટેલ
જન્મ તારીખ : ૦૫-૦૬-૧૯૦૮
દેવલોક થયા : ૧૧-૦૮-૧૯૯૯
નિશાળ નો સમય ગાળો : ૦૨-૦૭-૧૯૧૪ થી ૩૦-૧૨-૧૯૨૩
મુખી તરીકે નાં શપથ : ૨૭-૧૧-૧૯૩૦
નિવૃતિ  લીધી : ૩૧-૦૩-૧૯૯૩
મુખી હરીભાઇએ પોતાના જીવનકાળ દરમ્યાન ૬૩ વર્ષ સુધી મુખી )સત્પંથ સંપ્રદાય અનુસાર પૂજા
વિધીનું કાર્ય કરનાર( તરીકે સેવા બજાવી હતી.આમ તો સત્પંથ ધર્મ અનાદીકાળથી ચાલતો
આવ્યો છે. અહીં સત્પંથ ધર્મનાં સ્થાપક સદગુરૂ ઇમામશાહ મહારાજે સત્પંથ સંપ્રદાયની શરૂઆત
કરી હતી.મારા દાદા શ્રી હરીભાઇએ મારી જાણ અનુસાર નાની ઉંમરમાં જ મુખી તરીકેની પદવી
સ્વીકારી અને સત્પંથનાં નિયમો અનુસાર જીવનપર્યત જીવન જીવી ગયા હતા.તેઓ સતપંથ ધર્મનાં
ઉપદેશ અને લગતાં કાર્યમાં નાનપણથી જ જોતરાય ગયા હતા.પોતે વ્યવસાયે ખેતી કરી ઘરનુ
ગુજરાન ચલાવતા હતા અને સાથે ધર્મકાર્ય માટે એટલે કે વારીયજ્ઞ વગેરે ઘટપાટ પૂજા અર્થે ગામડે
ગામ આવેલા સતપંથ મંદિરમાં જઇને પૂજાઓ કરતા હતા.ત્યારનાં સમયમાં કોઇ ખાસ વાહન
વ્યવહારની સગવડ પણ નહોતી તેમ છતાં પૂજા માટેનું અિવરત કાર્ય નિસ્વાર્થ પણે બજાવી રહયા
હતા.તેમણે સતપંથ સનાતન સંપ્રદાયનાં ભાઠા ગામમાં મુખી તરીકે સને ૧૯૩૦ની સાલમાં શપથ લઇ
સત્પંથ મંદિરમાં મુખીની ગાદી ઉપર પૂજા કરવાનો કાયેભાર સંભાળવાનું શરૂ કર્યુ હતું.તેમણે
જીવનપર્યત સતપંથ મંદિરની નિસ્વાર્થ,ધર્મ પરાયણતા અને નિષ્કામ કાર્યથી સેવા અને પોતાનો
કિમતી સમયનો ફાળો તેમજ મંદિરની તથા સત્પંથ સંપ્રદાય માટે ખરેખર તનમન ધનથી સેવા
બજાવી અનન્ય ફાળો આપ્યો હતો.તેમની નિખાલસતા,ધર્મ પરાયણતા અને મળતાવડા સ્વભાવને
કારણે જ તેઓ સૌના વિશ્વાસ પ્રાપ્ત કરી શકયા હતા અને આદરમાનને પાત્ર બન્યા.આ બાબતોને
ધ્યાનમાં રાખી તેમનું ૩૧-૦૩-૧૯૯૩ નાં રોજ જયારે મુખી તરીકેની સેવામાંથી નિવૃતિ  લીધી હતી
ત્યારે મંદિરનાં વહીવટ કર્તા અને સતપંથી સેવકો તરફથી તેઓ શ્રી હરીભાઇ મુખીનું સન્માન પણ
કરવામાં આવ્યુ હતું.આમ તો અમારું મૂળ વતન જ બોર ભાઠા ગામ )સુરત,ગુજરાત( છે.અને
અહીં ખાસ કરીને દિક્ષણ ગુજરાતમાં ખાસ કરીને આપણા સતપંથી સંપ્રદાય પિરવાર
ભાઠા,ભાટપોર,ડુમસ,ભીમપોર,અઠવા,સુરતશહેરમાં,તથા કાદીપોર,દેલવાડા,નવસારી વગેરે
સ્થળોએ રહેતા આવ્યા છે.મને યાદ છે ત્યાં સુધી મારા દાદા હરીભાઇ મુખી આ બધી જગ્યાએ
આવેલા સતપંથ મંદિરોમાં જઇને ઘટપાટ પૂજા વિધિ કરતા હતા.આમ સત્પંથનાં સંસ્કારો અને
સ્મસરણો દાદાજી પાસેથી મ૯યા છે.તેમના જીવનકાળ દરમ્યાનની સતપંથ ધર્મ માટેની ઉમદા સેવા
લાગણી અને વિશ્વાસ જાણે આજે પણ હયાત ન હોવા છતાં સાક્ષાત હાજર હોય એવુ મને લાગ્યા
કરે છે.આજનાં ટેકનોજીનાં યુગમાં મને ઇન્ટરનેટ દ્રારા એમની સાથેની યાદો દુનિયા સમક્ષ મુકવા
માટે આ બ્લોગરૂપી એક સરસ માધ્યમ મળીયું છે તો એમની પાસેનાં સતપંથ ધર્મ અંગેનાં પ્રાચીન
સાહિત્ય અને પુસ્તકોનો આધાર લઈને આ બ્લોગ દ્રારા સતપંથ ધર્મ વિશેની માહિતી રજૂ કરુ છું
અને એમાં કોઇ ખામી કસૂર હોય તો માફી ચાહું છું.તમારા સૂચન આવકાર્ય છે.જો આપ શ્રી મારા
દાદાજીને પર્સનલી કોઇ સંપર્કમાં રહયા હોય તો તે પણ જણાવી શકો છો.
નરેશ આર. પટેલ
ૐ નમો નિષ્કલંકી નારાયણ જર્નાદયાય ,સતપંથ સનાતન ધર્મની જય,સદગુરૂ ઇમામશાહ મહારાજ ની જય

No comments:

Post a Comment