facebook

Sunday, March 17, 2019

સતપંથધર્મના મંદિરોના નામ વારંવાર કેમ બદલાય છે.

આપણા ભૂતકાળની વાત કરીએ તો આપણા વડીલો જે કપડા પહેરતા હતા જે ધરમાં રહેતા હતા એના બદલે હવે આપણે પેન્ટ શર્ટ પહેરીએ છીએ અને પાકા મકાનમાં રહીએ છીએ આમા સમય અનુરૂપ ફેરબદલ થયા કરે છે અને તે જગતાનો નીયમ છે.આપણા વડીલો સારા વિચારના હતા એટલે પહેલાં એનુ નામ ખાનું રાખ્યુ હતુ કારણ કે સારી વસ્તુ ખાનામાં રહે આપણે દવાખાનાનું નામ લઇએ ટેબલના ખાના કબાટના ખાના તો ખાના શબ્દ અપભ્રંશ (ખરાબ)શબ્દ છે શું?. પછી સમયાનુસાર ફેરફાર થઇ તેને જગ્યા (જગીંયા) તરીકે ઓળખવા લાગ્યા. જગ્યાનું નામ લઇએ તો કાઠીયાવાડમાં આજે પણ જલારામબાપાની
જગ્યા, ગંગાસતીની જગ્યા, સંત દેવીદાસની જગ્યા, મૂળદાસની જગ્યા, સતારામાં ગીગાબાપાની જગ્યા. જગ્યા એટલે જયાં ભગવાનનું નામ લેવાતું હોય જયાં ભગવાનનો વાશ હોય અને જ્યાં ચોખાઇ તથા પવિત્રતા હોય તેને જગ્યા કહેવાય. અને અત્યારે તે જ્યોર્તિધામ તરીકે ઓળખાય છે. જ્યોર્તિધામ નામ વડીલોએ રાખ્યું કારણ કે ત્યાં અખંડ જયોતીઓ જલે છે અને જયાં અખંડ જયોતીઓ જલતી હોય એને જ્યોર્તિધામ જ કહેવાય પછી નકલંકધામ કે નિષ્કલંકીધામ એટલા માટે રાખ્યું કારણ કે આ મંદિરમાં ભગવાન શ્રીહરી વિષ્ણુ નાં દશમાં અવતાર ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણની ગાદી તથા ગટપાટ્ની સ્થાપના કરી એનું પુજન થાય છે.

No comments:

Post a Comment