facebook

Sunday, March 17, 2019

સતપંથ ધર્મ શું છે. ?

(૧)  સતપંથ ધર્મ શું છે. ?
સર્વધર્મ નું મૂળ સત્ય પર આધારિત છે, આ અિદ્વતીય સત્ય છે. જે રીતે એક નાનુ બીજ મોટા વૃક્ષનો આધાર છે તેજ પ્રકારે સુક્ષ્મ મહાન સત્ય(આત્મા)ને ઓળખવાનાં માર્ગને સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજએ સતપંથ નામ આપ્યુ છે. ૐ (ઓમ) પ્રણવ બ્રહ્મનું સ્મરણ કરવાની સાથે જયોતિ સ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન કરવાનું સતપંથ ધર્મમાં બતાવ્યું છે. સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજએ માનવ જીવનનો અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ બતાવ્યો છે.મોક્ષની વ્યાખ્યા સૂફી સંતએ ભકતોને માત્ર સોળ સરળ શબ્દો કલીતારક મંત્ર તરીકે નીચે મુજબ કરી છે. ૐ શ્રી નિષ્કલંકીનારાયણાય નમો નમ: ઉપરોકત મંત્રનો જાપ અને ચિંતન કરવાથી જીવાત્માને સંસારની મોહમાયાથી છૂટકારો આપી પરબ્રહ્મની
 
પ્રાપ્તિ થાય છે.
 
(૧) દૃઢ નિશ્ચય ૨ પ્રિતજ્ઞા ૩ નિયમ  
૧ દૃઢ નિશ્ચય :- ( 1)સત્ય (૨) પુરુષાથ (૩) પ્રેમ (૪) સમાનભાવ (૫) અિહંસા (૬) પરોપકાર (૭) ક્ષમા ઉપરના તત્વોનું પાલન દૃઢ નિશ્ચયથી કરવું. (અ) સત્ય : બોલવા અને આચરણમાં હંમેશા સત્ય અને નિષ્કપટ બુદ્ધિ અને મૃદુવાણીનું અવલંબન કરવું. (આ) પુરુષાર્થ : ધર્મ,અર્થ,કામ અને મોક્ષ (૧) ધર્મ : વેદોકત માર્ગનું પ્રેમથી આચરણ કરવું (૨) અર્થ : જાત મહેનત અને પ્રમાણિકતાથી ધન મેળવવું. સાત્વિક સંપતિ કહેવાય, પણ અન્યાય,જુલમ કે ખોટા માર્ગે મેળવેલી સંપિતનો ઉપભોગ લેનાર માણસ હીન બને છે. તેથી ન્યાય અને નીતીના માર્ગે જ ધન મેળવવું. (૩) કામ : વિષય સેવન કે ઇન્દ્રિયોં ના ક્ષણીક ઉપયોગમાં ભેરવાઈ ન રહેવું. વાસનાઓ જીતી ઇન્દ્રિયોં ઉપર કાબૂ મેળવવો. (૪)મોક્ષ : વેદ વિહિત મુક્તિ માર્ગની સાધના મુજબ વર્તન રાખી મુક્તિ નું અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેવું. એમ કરવામાં આવશે તો જ માનવજન્મ સાર્થક થશે. અન્યથા માનવ અને પશુમાં ફરક નહીં રહે. (ઈ) પ્રેમ : કોઈના પ્રત્યે દ્રેષ, તિરસ્કાર કે અદેખાઈ ન રાખતા, એકબીજા પ્રત્યે પ્રેમભાવથી રહેવું. દોષો તરફ ન જોતાં ગુણ ગ્રહણ કરી પ્રેમથી રહેવું. (ઉ) સમાન ભાવ : આપણામાં અને બીજામાં રહેલો આત્મા એક જ છે એવી આત્મૌપજય બુદ્ધિ રાખવી. આપણે બધા એક જ ઈશ્વરના બાળકો છીએ. કોઈ નાનું મોટું નથી એ દ્રિષ્ટથી બધા સાથે બંધુત્વ ભાવથી રહેવું. (એ) અહિંસા : સત્પંથ માર્ગમાં અહિંસા એ એક મહાન તત્વ છે. પશુ પક્ષી કે અન્ય પ્રાણીને મારવાથી જ હિંસા થાય છે તેમ જ માર !એટલું કહેવાથી કે લાગણી દુભાવવાથી પણ હિંસા થાય છે. એથી નૈતિક અધ:પતન થાય છે. (ઐ) પરોપકાર : સન્માર્ગે જનારા પ્રત્યેકને મદદ આપવા હંમેશા તૈયાર રહેવું શુદ્ધ બુદ્ધિ અને નિષ્કામભાવથી દુ:ખીજનોની સેવા કરવી અને દરેકના કલ્યાણની ભાવના રાખવી તેમજ સત્પુરૂષોની સેવા કરવી. (ઔ) ક્ષમા : આપણને દુ:ખ કે કષ્ટ આપનારને ક્ષમા આપવી એ આપણી ફરજ છે. (૨)પ્રતીજ્ઞા : (અ) સત્પંથની દરેક પ્રતીજ્ઞાનું પાલન કરવું. સદગોર ઈમામશાહે વ્યવહાર કર્તવ્યપાલન,અને ધર્મકાર્યમાં કેવી રીતે આચરણ રાખવું તે સંબધે કરેલા નિયમોનું પાલન કરવું. (આ) બાળકોને સતપંથની શિખામણ આપવી : પોતાનાં સંતાનોને બાળપણથી જ ધર્મ શિક્ષણ પણ આપવામાં આવશે તો જ સંસ્કૃતિ ટકશેં. (ઈ) અંધશ્રદ્ધાનો ત્યાગ અને જ્ઞાન દ્રિષ્ટનું અવલંબન : અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી રહેવામાં ખતરો છે. તેથી વેદ, ઉપિનષદો વગેરે સત્શાસ્ત્રો ઉપર તેમજ સદગુરુ વચન ઉપર શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી. (૩) નિયમ : (અ) શરીર શુદ્ધિ (આ) હ્યદય શુદ્ધિ (ઈ) વ્રત (ઈ) ઉપાસના (ઉ) ધ્યેય (અ) શરીર શુદ્ધિ : લાઈસુતક (વુદ્ધિ -જનન શૌચ) સ્ત્રી,પ્રસુત થયા પછી તેણીએ સવા મિહનો એટલે ૪૦ દિવસ અને ગોત્રજોએ ૧૧ દિવસ સુધી સૂતક પાળવું. મરણ સૂતક, મરણ પ્રસંગે ગોત્રજોએ ૧૧ દિવસ સુધી સૂતક પાળવું. માસિક ધર્મ વખતે સ્ત્રીએ ૪ દિવસ સુધી કોઈને સ્પર્શ કરવો નહિ. સ્નાન શૌચાદિ બાબતોમાં શાસ્ત્ર મુજબ વર્તવું અને સદ્ગુરૂ વચન મુજબ તીર્થમંત્રો થી શુદ્ધ થવું. (આ) હ્યદય શુદ્ધિ : અમલી (કેફી) પદાર્થો એટલે લસણ, ડુંગળી, હિંગ, તમાકું, અફીણ, ગાંજો, ભાંગ, તાડી, માંસ- મદિરા વગેરે નિષેદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો. કારણ કે આ પદાર્થોના સેવનથી માણસને નુકસાન થાય છે અને પ્રભુ ભક્તિ થી પરાવૃત (દૂર) થવાય છે. વ્યાજ,સવાઈ, વ્યાજ અને પરસ્ત્રીગમન ચિંતન થી પણ મનુષ્યને હીનતા આવે છે. માણસ આત્મિચંતનથી દૂર રહે છે. અને આસુરી સંપતિ વધે છે. આ મહાપાપથી મનુષ્યનું અધ:પતન થાય છે, તેથી વેદમાં નિષેધ કરેલ વસ્તુઓનો ત્યાગ કરી સાત્વિક અન્ન પદાર્થોનું સેવન કરવું આથી હ્યદય શુદ્ધિ થાય છે. મન પ્રભુ ભક્તિમાં તલ્લીન થાય છે. દૈવિ સંપતિ વધે છે. (ઇ) વ્રત : યુગ ધર્મ મુજબ દરેક મહિનાની સુદી બીજનું વ્રત કરવું, તેમજ થાવર બીજનું મહાવ્રત કરવું. તેમજ દસવંત સૂકૃત,પુણયિતથી, શ્રાદ્ધ,ઉતર કાર્ય,- પિંડ શ્રાદ્ધ વિગેરે બાબતો સતપંથ પૂજાવિધિ પ્રમાણે કરવી. મહાશિવરાત્રી,રામનવમી,ગોકૂળ અષ્ટમી,ગુરૂ પૂર્ણિમા , નવરાત્રી, ગણેશચતુર્થી, દિવાળી, અગીયારસ, ચૌદસ, અમાસ એ તિથીનું વ્રત પાલન કરવું. (ઈ) ઉપાસના : પ્રણવ ૐ કાર મંત્રનું ધ્યાન ચિંતન કરવું અને સતપંથના વચનાનુસાર વરૂણદેવ વારિયજ્ઞ ઘટપાટ પૂજા કરવી. (ઉ) ધ્યેય: આજ કળીયુગના અંતિમ દશમા અવતાર આદ્ય વિષ્ણુ શ્રી નિષ્કલંકી નારાયણ તેમજ આદ્યસકતી માતાને તેમજ પ્રણવ મંત્ર ૐ ને ધ્યેય પુરૂષ માનવા
.
યુગ ધર્મ અને યુગ ગુરૂ
જે ધર્મના લીધે સમાજનું ધારણ પોષણ થાય છે તે ધર્મ નિષ્તેજ અને ક્ષીણ થાય અને અધર્મ જોર પકડે માનવ જાતિની અધોગિત થઈ સૃષ્ટિ બગડવા લાગે ત્યારે એ ચક્ર વ્યવિસ્થત કરવા અને સમાજની બગડેલી ગતી ઠીક કરવા માટે ઈશ્વરનો અવતાર થતો હોય છે.ધર્મ વિરોધક તત્વોનો સંહાર. સજ્જનોનું રક્ષણ અને ધર્મના મૂળ તત્વો સનાતન અને કદાપિ ન બદલવાના હોય છે તો પણ ધર્મના આચારરૂપી બાહ્યંગ પરીસ્થીતી મુજબ બદલાય છે આથી જે તે યુગમાં ભગવાન પ્રગટ થાય છે.ત્યારે તે સમયને અનુકુળ હોય એવા ધર્મની સ્થાપના કરે છે.મત્સ્ય કુર્મ વગેરે દસ અવતારોનું ધર્મ સ્થાપનાનું સ્વરૂપ અંતરંગમાં એકજ હોવા છતાં બહારથી જુદુ દેખાય તેનું કારણ યુગધર્મ છે. યુગે યુગે એનો અર્થ દરેક યુગમાં એવો થાય છે, પણ ઈશ્વરના અવતાર એકજ યુગમાં અનેકવાર થાય છે અને જે તે સમયને અનુરૂપ એવો અવતાર તે ધારણ કરે છે તેજ પ્રમાણે સદ્ગુરુ પણ હોય છે.ઈશ્વરના અવતાર પહેલા સદગુરૂ સત્યનો માર્ગ દોરી આપે છે.સત્યયુગમાં ઈશ્વરના ચાર અવતાર થયા તે વખતે સદગુરૂ બ્રહ્મા સદગુરૂ હતા, તેમણે ઈશ્વરને જાણવા માટે દરેક અવતારના પહેલા સદધર્મ સ્થાપન કર્યુ.પણ જેમણે તે યુગધર્મ માન્યો નહી એવા દૈત્ય શંખાસુર,મધુકૈટભ,મોરદાનવ,હિરયક્ષ-હિરયકિશપુ આદી ધર્મને ક્ષીણ કરવા લાગ્યા,ષડ્કારોને આધીન થઈ અર્ધમાચરણ કરવા લાગ્યા,સાધુ સંતોને રંજાડવા લાગ્યા ત્યારે પૃથ્વી ઉપરનો ભાર દુર કરવા માટે ઈશ્વરને મત્સય,કુર્મ,વરાહ અને નૃસિંહ એ અવતાર ધારણ કરવા પડયા, આ અવતારોએ દૈત્યનો સંહાર કરી ધર્મ સુવ્યવિસ્થત કર્યો. ત્યાર પછી ત્રેતાયુગમાં બલી સહસ્ત્રાર્જુન,રાવણ વગેરે રાક્ષસોના સંહાર માટે ઈશ્વરે વામન,પરશુરામ,શ્રીરામ એવા અવતાર લીધા તે વખતે બ્રહ્મિર્ષ વસિષ્ઠ યુગગુરૂ હતા.તેમણે દોરી આપેલા યુગધર્મને ઉપરના દૈત્યોએ ગણકાર્યો નહી તેથી ઈશ્વરને ત્રણ અવતારો લેવા પડયા.તેજ પ્રમાણે દ્વાપર યુગમાં સદગુરૂ પદ વેદમૂર્તિ વ્યાસ પાસે હતું.તેમણે સ્થાપન કરેલા ધર્મને કંસ દુર્યોધન વગેરે કૌરવોએ નહી માનવાથી તેમના સંહાર માટે ઈશ્વરે શ્રીકૃષ્ણ અને બુદ્ધ એ રીતે અવતાર ધારણ કર્યા. હાલ કળીયુગમાં એ યુગપુરૂષનું પદ સદગુરૂ ઈમામશાહને પ્રાપ્ત થયું છે.ઈશ્વરી અવતારની જાણ કરી આપવા માટે તેમણે સદ્ ધર્મની સ્થાપના કરી છે. તેમણે સ્થાપન કરેલા યુગધર્મમાં અનેક મહત્વની બાબતોનો સમાવેશ કરેલ છે. સત્ય,ત્રેતા અને દ્વાપર યુગમાં ભકતોનો ઉદ્ધાર દુષ્ટોનો સંહાર અને ધર્મની સ્થાપના કરવા માટે ઈશ્વરના નવ અવતારો થયા.હાલ કળીયુગમાં દશમો અવતાર થવાનો છે પણ તેનો પવન કલીયુગની શરૂઆતથી જ જણાવા લાગ્યો છે.સૂર્યોદય પહેલા પ્રભા ખીલી સંધી પ્રકાશ દેખાય છે તે પ્રમાણે આ પછી જે અવતાર થવાનો છે તેના ઉદય પહેલા સંધી પ્રકાશ દેખાવા લાગ્યો છે અને તેથી સદગુરૂ ઈમામશાહ કહે છે કે ઉગ્યા તેને વંદિયે ‘ માનો તેની આણ ‘ આજ સ્વામીને ઓળખી ‘ તેના કરો વખાણ ‘ જે સમયમાં જે અવતારની સ્થાપના થઈ હોય તે સમયમાં તે અવતારને જ માનવો જોઈએ,નહી તો સૃષ્ટિ નિયમનો ભંગ થઈ તેના માટે આપણને દુ:ખ સોસવું પડશે.એમ નહી હોત તો ઈશ્વરને જુદા જુદા અવતાર લેવાનું શું કારણ હતું ?તેથી હવે થનાર અવતાર સંબધી આપણે જાણવું જોઈએ તેને નમવું જોઈએ.સદગુરૂ ઇમામશાહ કહે છે.દશ હિ અવતાર એક કરી સેવો,પાત્ર દુજા મત જાણો રે. ‘ જેણે નહિ માન્યા તેણે સબ કુછ ખોયા તેને યમકા ફાસારે ‘.આમ આ દસે અવતાર એક જ છે એમ માની અદ્વૈત ભાવથી ભજનારને ભિકતનો લાભ થશે.તેમને નહી માનનારે જાણે સર્વસ્વ ગુમાવ્યું એમ સમજવું.આ રીતે દશે અવતારોને માનવું જોઇએ. પણ જે નવ અવતાર થઈ ગયા તેમનો અધીકાર નષ્ટ થયો છે તેથી આજે જેમને એ અિધકાર સુપ્રત થયેલો છે એવા દસમાં નિષ્કલંકી અવતાર ને જ આપણે ઓળખી તેમની ભકતી કરવી જોઈએ એમ ઈમામશાહએ કહ્ય્યું છે. આ પછી થનારા નિષ્કલંકી અવતાર સંબધી આગમજ્ઞાનનું કથન તેમણે કર્યુ છે. તે આગમ શ્રી દસ અવતાર નામનાં ગ્રંથમાં છે.સદગુરૂ ઇમામશાહએ વિરાટ સ્વરૂપ નામનાં ગ્રંથમાં કહ્ય્યું છે કે જે માણસ જે જે દેવતાની સ્થિર મન થી ભક્તિ કરશે તે માણસ અંતકાળ સમયે તે તે દેવતાઓના સ્થાને જાય છે. ત્યાં તે કંઈપણ નવું કાર્ય કરી શકતો નથી, માત્ર મૃત્યુલોકમાં કરેલા પુયકર્મોનો ઉપભોગ લે છે અને એ પુય ખલાસ થયા પછી માત્ર પાપકર્મો જ તેની પાસે બાકી રહે છે. તે સંચિતથી જીવાત્મા મૃત્યુલોકમાં હલકી યોનીમાં જન્મ લઈ પાપકર્મોના ફળ ભોગવે છે.પણ મૃત્યુલોક એ કર્મભુમી હોવાથી તે અહી પાપ અને પુણ્ય એમ બંને પ્રકારના કર્મો કરી શકે છે. અને તેના સંચિતમાં ઉમેરો થતો જાય છે.તેમા જો તે જીવ એકાદ ક્ષુદ્ર દેવતાની ઉપાસના કરવા લાગે તો ફરીથી ઉપર મુજબ તેનું ચક્ર શરૂ થાય છે અને તે ચક્ર ચોર્યાસી લાખ ફેરા પુરા થતા સુધી થોભતું નથી.તેથી સદગુરૂએ કહ્ય્યું છે કે હે મનુષ્ય તું આ બધી નિકુષ્ટ દેવ દેવતાઓ છોડી દે અને બધાનું આદિ કારણ મૂળ પરબ્રહ્મ પરમજયોતિસ્વરૂપ પરમેશ્વરનું એકલાનુંજ સતત અને દ્ધઢિનશ્ચયથી જીદંગીસુધી પ્રેમથી સ્મરણ કર,તેનીજ ભક્તિ કરી મુક્તિ નો અિધકારી થા.
ૐ એ એકજ અક્ષર બ્રહ્મ સૃષ્ટિ નિમાર્ણ થતા પહેલા એકમાત્ર પરમાત્મા હતો એ સિવાય બીજુ કઈ પણ નહોતું.એ પરમાત્માએ નિશ્ચય કરી આ જગત નિર્માણ કરવાનો નિશ્ચય કર્યો. ઈચ્છા કરી.હું બહુ પ્રકારે બનું એવી ઈચ્છા સબળ બ્રહ્મને થઈ.તૈતિરીય ઉપિનષદ (૨-૬) વગેરે અનેક ઉપિનષદોમાં સૃષ્ટિ નિર્માણ થવાના આજ કારણો આપ્યા છે.ઐતરેયોપિનષદમાં સૃષ્ટિ નીમાર્ણની મૂળ હકીકત આપેલી છે.તેમજ સૃષ્ટિ નિ રચના શી રીતે થઈ એ વિશે સદગુરૂ ઈમામશાહે પણ નકલંકી ગીતા,યોગવાણી,વિરાટ સ્વરૂપ,મૂળબંધ અથવા જડબંધ એ ગ્રંથોમાં વિગતવાર ચોખવટ કરી છે. તેમાં તેમણે પ્રથમ અનંત કલ્પો પૂર્વેની હકીકતનું વર્ણન કર્યું છે તે વખતે આખુંય વાતાવરણ નીલવર્ણ ધધુંકારથી વ્યાપેલું હતું ત્યાં પૃથ્વી નહોતી તેમજ જમીન પાણી આકાશ,સૂર્ય,ચંદ્ર તારા મંડળ વગેરે કશું જ નહોતું.બધેય નીલવર્ણ પસરેલો હતો તે વખતે પરમેશ્વર સાક્ષાત નિરાકાર બ્રહ્મ ૐ કાર સ્વરૂપ મહાનિમર્ળ અને શાંત અને મહાન તેજોમય જયોતસ્વરૂપથી સ્થિર હતા. તેમની પહેલાં શું હતું તે કોઇ પણ જાણી શકતું ન હતું.માત્ર તે વિકારાતીત બ્રહ્મ અનંત કલ્પ અનંત યુગો સુધી યોગિનિદ્રત-ધ્યાનસ્થ હતું.તેણે પોતાના મનમાં સંકલ્પ કરી ચતુર્મુખ બ્રહ્મદેવને ઉત્પન્ન કર્યા પૂણ બ્રહ્મદેવને પણ અનંત કલ્પો સુધી કશી જ ખબર ન પડવાથી તે ગુંચવાડામાં પડયા તેમણે આંખો મીચી ધ્યાન ધર્યુ ત્યારે ઈશ્વરના તેમને દર્શન થયા.તેથી તેમને આત્મજ્ઞાન થયું.ત્યારે પરમાત્માએ બ્રહ્મદેવને સૃષ્ટિ નિર્માણ કરવા કહ્ય્યું. પણ તે વખતે ચોતરફ ઘોર અંધકાર હોવાથી બ્રહ્મદેવે પ્રકાશની માંગણી કરી.તેમણે કહ્ય્યુ પ્રકાશ સિવાય બધી રચના મીથ્યા અને નિરર્થક થશે.
પરમેશ્વરે કહ્ય્યુ કે પ્રકાશ માટે તું મારી સ્તુતિ કર. એ મેળવવા માટે આ જ એકજ ઉપાય છે.બ્રહ્મદેવે કહ્ય્યુ હે પરબ્રહ્મ પરમેશ્વર, તું નિરંજન નિરાકાર છે. તને કશી જ ઉપમા આપી શકાય તેમ નથી તેથી નિરૂપમ નિરૂપાધીક એવી તારી સ્તુતિ હું શી રીતે કરૂં ? આવા સંકલ્પ વિકલ્પમાં બ્રહ્મદેવ હતા. તે જોઈ પરમેશ્વર બોલ્યા બુધ્ધિ મા જ્ઞાનરૂપી આનંદ આવે એટલે એજ બ્રહ્મ એનું વર્ણન એજ મારી સ્તુતિ અથવા ગુણગાન છે. બ્રહ્મદેવે આ મહાવાકયનું યથા શિકત વર્ણન કરવાથી તે ધોર અંધકારમાં અજવાળું આવ્યું.એટલે ત્યાં રકતવર્ણ લાલ પ્રકાશ થયો તેથી આ સ્તવનનું નામ ઋગ્વેદ પડયું. સ લાલ પ્રકાશમાં જરાપણ પ્રકાશ નહોતો કે જેમાં સૃષ્ટિ નો કાર્યક્રમ ચાલુ રહે. તેથી બ્રહ્મદેવની પ્રકાશ સંબંધેની ઈચ્છા અશાંત રહી એટલે ઈશ્વરે તેને ફરીથી કહ્ય્યુ (હું બ્રહ્મ છું) આ વાકયનું વર્ણન કરવાથી વાતાવરણમાં વિશાળ (યજુરતા) દેખાય.આમ રંગ બદલવાથી પ્રથમના લાલ રંગ કરતા આ વિશાળપણાથી પ્રકાશની છટા વધી તેથી એ સ્તવન નું નામ યજુર્વેદ પડયું.
આ પીળાશ જેવા પ્રકાશમાં જોઈએ તેટલું અજવાળું નહી હોવાથી બ્રહ્મદેવની ઈચ્છા અર્પૂણ રહી તેથી તેમણે પ્રકાશ માટે ફરીથી ઈશ્વર પાસે પ્રાર્થના કરી ઇશ્વરે (તે બ્રહ્મ તું છે) એ મહા વાકયનું વર્ણન કરવા આજ્ઞા આપી.બ્રહ્મદેવ તત્વમસીનું યથાશિકત વર્ણન કર્યું તેના લીધે પ્રથમ કરતા આ પ્રકાશ વિશેષ અંશથી દેખાવા લાગ્યો આ વર્ણનનું નામ સામવેદ પડયું. બ્રહ્મદેવે પૂર્ણ પ્રકાશની અભીલાષા ઈશ્વર આગળ વ્યકત કરી.
બ્રહ્મદેવને સંતાષિત કરવા ઈશ્વરે (આત્મા એજ બ્રહ્મ છે) આ મહાન વાકયનું વર્ણન કરવા કહ્ય્યું.એ પ્રમાણે કરતા જ વાતાવરણમાં બધેય પ્રકાશ જ પ્રકાશ દેખાવા લાગ્યો. તેથી આ વર્ણનને અથર્વવેદ એવું નામ પડયું.આ પ્રમાણે ચારે વેદોની ઉત્પિત થઇ એવું પ્રાચીન સાહિત્ય ઉપરથી દેખાય છે.વેદ ઉત્પિતના આ ચારે પ્રકારના રંગ હાલ સુધી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે દેખાય છે અને મહાપ્રલય સુધી તે જ પ્રમાણે દેખાયા કરશે. ત્યાર પછી ઇશ્વરે પોતાની યોગમાયાથી બ્રહ્મદેવને સૃષ્ટિ ની રચના કરવા કહ્ય્યું, અને બોલ્યા જગતમાં તુ સદ્ગુરૂ રૂપે છે તને જાયા સિવાય કોઈપણ ભકતને મારા અવ્યકત સ્વરૂપનો સાક્ષાત્કાર થશે નહી. એમ બોલી ભગવાન અંતર્ધાન થયા.પછી બ્રહ્મદેવે કેટલાય યુગોસુધી તપશ્ચર્યા કરી અને પછી સૃષ્ટિની રચના કરવા શરૂઆત કરી.એ રચના તોતેર યુગો સુધી ચાલી ત્યારે સૃષ્ટિની ચોર્યાસી લક્ષ જીવ યોની નિમાર્ણ થયું.આમ સૃષ્ટિ રચનાની વિગતવાર હકીકત સદગુરૂ ઈમામશાહે ઉપરના ગ્રંથોમાં કથન કરી છે.આથી તેમનું નિગમજ્ઞાન કેટલું પ્રખર હતું તે દેખાય આવે છે.સૃષ્ટિની અનાદિકાળથી બ્રહ્માંડની ઉત્પિત, ચંદ્ર,સૂર્ય, તારા,ગ્રહ, સપ્તપાતાળ, મુત્યુલોક, સ્વર્ગલોક, ઉધ્વલોક વૈકુંઠધામ વિગેરેની ઉત્પિત શી રીતે થઈ અને એ દરેક ઠેકાણે ક ઈકઇ વસ્તી છે, ત્યાંના પ્રાણી કેવા છે,તેમના આચાર વિચાર કેવા છે,મુત્યુલોકના કયા જીવાત્માઓ તે ઠેકાણે જાય છે વગેરે બધી માહિતી તેમણે જાણી લખી રાખી છે.જે રીતે સદગુરૂ એ નિગમ (અનાદિકાળથી) પ્રાચીન હકીકત કહી છે તેજ પ્રમાણે તેમણે હાલ ચાલુ છે તે કળીયુગમાં હવે પછી શું થશે તે આગમ માહિતી પણ આપી છે.
આગમવાણી
આ કિળયુગમાં અધર્મ શી રીતે ફેલાશે તે સંબધનું વર્ણન નીચે મુજબ કર્યુ છે.પાપ,કલહ,હિંસા ,વિશ્વાસઘાત, વગેરે બધા અનર્થો દુનિયામાં ચોમેર ફેલાશે.બ્રાહ્મણક્ષત્રીય વૈશ્ય શૂદ્ર એ ચાર વર્ણોમાં એકાકાર થશે અને લોકો દુ:ખી થશે.પોતાના કુળના આચારો છોડી આચારભ્રષ્ટ અને શીલભ્રષ્ટ થશે.મનુષ્યની માનવતા,શુદ્ધ આચારિવચાર વગેરે નષ્ટ થશે અને લોકો ક્રિયાભ્ર્સટ થશે.કર્મકાંડી કહેવડાવનારા લોકો ધર્માચરણ છોડી ધર્મની અને ભકતોની નિંદા અવગણના કરશે.જુદી જુદી જાતોમાં એકંકાર થશે વિવાહ વિગેરેના મંગલિવિધમાં ભંગાણ પડશે અને તે નાશ પામશે.સતી,પિતવ્રતા,કુળવાન અને શીલવાન સ્ત્રિયોક્રીયા ભ્રષ્ટ અને શીલભ્રષ્ટ થશે.રાજાઓ પ્રજાને રંજાડશે.પ્રજા પણ તેવી જ થશે.યિત સાધુ વિગેરે પણ પોતાના કર્મો છોડી અધર્મી,કામી અને ક્રોધી થશે.પિતાકન્યા, માતા-પુત્ર અથવા કન્યાનો આચાર સાસુ-સસરા સાથે જમાઈનો આચાર એ બધું વિપરીતપણે થશે અને દુનિયામાં સર્વત્ર પાપાચરણ થશે.આવા પાપાચરણથી વાતાવરણમાં ફેરફાર થઈ કાળચ્રક બદલાશે એટલે અકાળે વર્ષા થશે.અગર દુકાળ પડશે, અનાજ ઓછું પાકશે.વૃક્ષને સારા ફળો આવશે નહીં,તે ફળફુલ વિહોણા થશે.અનાજ અને ફળમાના રસકસ નિકળી જશે,અને સત્વ વગરનું અનાજ ખાવા મળશે,તેથી લોકો માંસાહારી,વ્યસની,દુષ્ટ,અન્યાયી,નિર્બળ નિસ્તેજ અને ક્રોધી બનશે.અનાચાર વધશે,તીર્થસ્થળોનું મહત્વ ઘટશે,રિદ્ધી સિદ્ધી વગેરે થંભી જશે.સમુદ્ર,નદી,તળાવના પાણી સુકાઈ જશે.સૂર્યની ઉષ્ણતા વધશે,મોટા મોટા ગામો ઉજજડ થશે,ધરતીકંપ થશે,આગો લાગશે,ચેપીરોગો ફાટી નીકળશે.આ રીતે કાળચક્રમાં ફેરફાર થશે.એમા પણ ભારત દેશના ઉતરે આવેલ ચીન દેશમા કાલિંગા નામનો રાક્ષસ અવતરશે.તપશ્ચર્યાના જોરે તે રાવણ જેવો પ્રબળ પ્રમત ક્રૂર ઢોંગી અને બેઈમાન થશે.એમના પોતાન હાથ નીચેના મુખ્ય મુખ્ય શિષ્યોને તે દેશ વિદેશ મોકલી પોતાનું મહત્વ વર્ણવાનું કહેશે.એ શિષ્યો અનેક ખટપટો કરી,ચમત્કાર કરી બતાવશે.લોકોને તે કહેશે કે અમો તીર્થવાસી છીએ બધા તીર્થોના મિહમા અમારી પાસે છે.પાણી મંતરી તેનું ઘી કરી બતાવશે.લાકડાના ઘોડાને ઘાંસ ચખાડશે.કાલીંગોં દૈત્ય પોતે અત્રંગી આસન ઉપર બેસશે.સાત પેઢીના મા બાપ દેખાડશે.લોકોની મનોકામનાઓ પૂરી કરશે,નદીમાં કેનાલો ખોદી પાણી વહેવડાવશે.નદીના પાત્ર પલટાવશે.દાનવોને દેવ ગણશે.અત્યાચારી બની સજજનોનું પાિવત્ર્ય બગાડશે. આ રીતે લોકોને પોતાની માયાજાળમાં ફસાવી પોતાની સતા પ્રસ્થાપિત કરશે. સાચા ભકતો માટે આ કસોટીરૂપ છે. પોતાનું ઈમાન કાયમ રાખી જે દ્રીઢ નિશ્ચયથી પરમેશ્વરનું નિષ્કલંકી નારાયણનું ભજન શરૂ કરશે,નામસ્મરણ છોડશે નહી તેજ રાક્ષસોથી અલિપ્ત રહેશે અને સાચો ભકત કહેવડાવશે આવા ભકતોને દુષ્ટ લોકો પજવ્યા વગર રહેશે નહી વગેરે આગમજ્ઞાન સદગુરુ ઈમામશાહે વર્ણવ્યું છે.પૃથ્વી ઉપર પાપનો ભાર વધશે તે ઉતારવા માટે કે હલકો કરવા માટે ઈશ્વરને અવતાર લેવો પડશે.પંચનદી મૂળસ્થાન ઉપર દેવ દાનવની એટલે નિષ્કલંક નારાયણ અને કાલીંગા રાક્ષસ વચ્ચે લડાઈ થઈ ઈશ્વર દાનવને મારી નાંખી પૃથ્વી ઉપરનો પાપનો ભાર દૂર કરશે અને ચીન દેશનો જલપ્રલય થવા માટે સમુદ્રમાં ડુબાડશે. આગમવાણીનામના ગ્રંથમાં સદગુરુ એ આ પ્રમાણે જણાવ્યુ છે.આ ઉપરથી આપણને તેમના અગાધ આગમ જ્ઞાનનો ખ્યાલ આવી શકશે.આ સતપંથ યુગેયુગથી ચાલતો આવેલો છે તે આજ કાલનો નથી પણ અનાદિ કાલથી ચાલતો આવ્યો છે.સનાતન છે અને તેજ સત્માર્ગ સદગુરુ એ આપણને બતાવ્યો છે.ઈમામશાહે બતાવેલા સત્પંથમાં મોટે ભાગે સત્યનો જ સમાવેશ છે.પરબ્રહ્મના આ સત્યસ્વરૂપને જ ઈમામશાહે સત્ નામ આપ્યું છે. આ સત્ને ઓળખવાનો જે માર્ગ તેજ સત્પંથ છે.
કળશપૂજા અને યુગધર્મ
કૃત,ત્રેતા,દ્રાપર અને કિલયુગમાં ધર્મનું સ્વરૂપ જે તે યુગ ધર્મ પ્રમાણે જુદુ જુદુ હોય છે. આ ઉક્તિ મુજબ સદગુરુ ઈમામશાહે ચતુર્યુગનો જે યુગધર્મ બતાવ્યો છે તે ટૂંકમાં નીચે પ્રમાણે છે.
કૃતયુગમાં ઋગ્વેદ પ્રધાન હોવાથી તમામ ધર્માચાર ઋગ્વેદ મુજબ થતા ઋગ્વેદનો વર્ણ લાલ છે તે વખતે ઉતર દીશા મહત્વની માનવામાં આવતી હતી તેથી લોકો ઉતર તરફ મોઢું રાખી ઋગ્વેદી ગાયત્રી મંત્રનો જાપ કરતા.કૃત યુગમાં સદગુરુ બ્રહ્મદેવ સૃષ્ટિ ગુરુ હતા અને ભકત પ્રલ્હાદ હતો.સુવર્ણનો પાટ એટલે કે સિહાસન સ્થાપન કરી તેના ઉપર સુવર્ણ કલશ મુકવામાં આવતો અને ઋગ્વેદી મંત્રમુજબ ઘટપાટ પૂજા અને યજ્ઞિવિધ કરતા.સત્પંથમાં આ ઘટપાટ પૂજા વિધીનો ખાસ કરીને સમવેશ છે.કારણ ઘટને ઠેકાણે બધા દેવીદેવતાઓનો વાસ છે.કલશ સ્થાપનના મંત્રમાં કહયું છે કે કલશના મુખસ્થાને વિષ્ણુ,કંઠસ્થાને શિવ,મૂલસ્થાને બ્રહ્મદેવ છે.મધ્યભાગે માતૃગણ રહેલા છે.તેમની કુકમાં એટલે અંદર સપ્તસમુદ્ર સપૃદ્રીપોસહ પૃથ્વી,ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ પોતપોતાના અંગોસહ રહેલા છે.અહીં શાંતી અને પુસ્ટી દાયક ગાયત્રી સાવિત્રી તે પાપનાશક દેવતા પૂજા માટે આવે છે.ગંગા,યમુના, ગોદાવરી,સરસ્વતી ,નર્મદા,સિંધુ ,કાવેરી આ જળમાં આવી સ્થિત રહે.વરૂણને નમસ્કાર હો.ગંધાક્ષતા સુંગધી ફૂલો એમને અર્પણ કરૂં છું એમ કહી ફૂલો કલશને ચડાવવા.અંદરનું જળ તુળસીપત્રથી અથવા આચમનીથી પૂજા સાહિત્ય ઉપર છાટવું.આ પ્રમાણે કલશપૂજા એટલે વરૂણદેવની સ્થાપના કરી લોકો જયોતિ સ્વરૂપનું ધ્યાન કરતા અને તે વખતે શરીરમાં વાયુતત્વનો ભાગ વધુ પ્રમાણમાં હોવાથી લોકો મૃતદેહને જંગલમાં છોડી દેતા તેથી એ વાયુતત્વમય દેહ વાયુમાં વિલીન થતો.એ શરીરની જરાપણ દુર્ગધ આવતી નહી.આ રીતના અંતેષ્ટિ સંસ્કારને વનદાગ કહે છે.આ રીતનો યુગધર્મ કૃતયુગમાં પાળવામાં આવતો.ત્યાર બાદ ત્રેતાયુગમાં મહિર્ષ વશીષ્ઠ એ સદગુરુ યુગગુરૂ હતા. તેમણે બતાવેલો યુગધર્મ ટૂંક માં આ પ્રમાણે છે.યજુર્વેદ પ્રમાણભૂત અને પૂર્વિદશા મહત્વની છે તેથી પૂર્વિદશા તરફ મ્હોં રાખી લોકો યજુર્વેદી ગાયત્રી મંત્રનો જાપ કરતા.ચાંદીના સિહાસન ઉપર ચાંદીના કલશની સ્થાપના કરતા.યજુર્વેદી મંત્ર પ્રમાણે જાપ કરતા.તે વખતે રામાવતાર પ્રમુખ હોવાથી શ્રીરામનું નામસ્મરણ થતુ.મહિર્ષ વશીષ્ઠ યુગગુરૂ અને ભકત રાજા હરીચંદ્ર હતો.રવીવારના દિવસે ચૌદસ હોય તો અનંત ચતુર્દશીનું વ્રત મહત્વનું માનવામાં આવતું.ત્રેતાયુગમાં શરીરમાં જલતત્વ વધારે હોવાથી મૃતદેહનું પાણીમાં વિસર્જન કરતા તેથી દેહ પાણીમાં વિલીન થતો.આ અંતેષ્ટિ વિધીને જલદાગ કહેતા ત્રેતાયુગમાં આવો યુગધર્મ આચરણમાં હતો. પછી દ્રાપરયુગમાં વેદમૂર્તિ વ્યાસ એ યુગગુરૂ હતા.તેમણે દ્રાપરયુગનો જે યુગધર્મ બતાવ્યો તપ આ પ્રમાણે હતો. સામવેદને દિક્ષણ દિશા મહત્વની હોવાથી દિક્ષણ તરફ મ્હોં રાખી લોક સામવેદી ગાયત્રી મંત્રનો જાપ કરતા. તાંબાનાં સિહાસન ઉપર તાંબાનો કળશ સ્થાપી સામવેદી મંત્ર મુજબ ઘટપાટ પૂજાવિધીથી જયોતિસ્વરૂપ ધ્યાન કરી કૃષ્ણ અવતારનું નામસ્મરણ કરતા.સદગુરુ વ્યાસ એ યુગગુરૂ અને પાંડવ એ ભકત હતા. સોમવતી અમાસના વ્રતનું પાલન કરવું શ્રેષ્ઠ મનાતું.શરીરમાં અિગ્નતત્વ વધારે હોવાથી મૃતદેહને ચંદનના લાકડાથી અગ્નિદાહ કરતા.બળતી વખતે એ દુર્ગંધી રહેતી નહી.આ અંતેષ્ટિ વિઘીને અગ્નિદાહ કહે છે. આમ દ્રાપર યુગનો યુગધર્મ હતો.કૃતયુગમાં બ્રહ્મદેવે જે યુગધર્મ કહયો તેમાં પરિસ્થતી મુજબ થોડો ફેરફાર કરી યુગગુરૂ વશીષ્ઠે ત્રેતાયુગનો ધર્મ કહયો અને ત્યાર પછી તેમાં પણ સમય મુજબ ફેરફાર કરી દ્રાપરયુગમાં વેદમૂર્તિ વ્યાસજીએ કહયો અને તેમાં પરિસ્થતીનુસાર ફેરફાર કરી કલીયુગમાં સદગુરુ ઈમામશાહ મહારાજએ યુગધર્મ કહયો તે નીચે પ્રમાણે છે.કલીયુગમાં અથર્વવેદ, પ્રમાણભૂત માન્યો છે જે સર્વવેદોમાં શ્રેષ્ઠ છે.અથર્વવેદનો યોગ તે યજ્ઞપુરૂષનું મસ્તક છે.એટલે તે યોગ શ્રેષ્ઠ અને મહત્વનો છે. ઋગ્વેદનો ભાગ તેનું ગળું અને ભુજા વચ્ચેનું અંગ છે. સામવેદથી યજ્ઞપુરૂષનું હ્યદય અને પાછલો ભાગ નિમાર્ણ થયેલ છે.આ પછી બાકી રહેલો ભાગ યજુર્વેદનો છે. તે દ્રારા યજ્ઞપુરૂષનું પેટ તે ઉપરનો ભાગ કિટપ્રદેશ,જંઘા અને ચરણ વિગેરે શેષ શરીરની ક૯પના કરવામાં આવી છે. તે દિવ્યરૂપ અને માયાયુકત પુરૂષ અગર અશીનાશી તુરીય પદેથી પ્રગટ થયેલ છે.આથી યજ્ઞપુરૂષનું મસ્તક જેનાથી બન્યું છે, જેમાં વિશિષ્ટ પ્રકારનો ધ્યાનયોગ કહેલો છે તે આ અથર્વવેદ છે.અથર્વવેદનો મૂળ અર્થ એવો છે કે અથર્વા એટલે નિશ્ચળ. થર્વ એટલે ચંચળતા. જીવાત્માની ઈન્દ્રીયો ચંચળ હોય છે પણ તેનાથી પણ મન અિત ચંચળ હોય છે. આ ચંચળ મનને નિશ્ચળ બનાવવાની અને હ્ય્દયમાં આત્માનો શોધ લેવાની વિદ્યા જેમાં કહી છે તે જ અથર્વવેદ.તેને બ્રહ્મવેદ એમ પણ કહે છે.આવો અથર્વવેદ કળીયુગમાં પ્રમાણભૂત માનવામાં આવ્યો છે. અને તેથી જ સદગુરુ ઈમામશાહ મહારાજે આ અથર્વવેદથી જ આપણને શ્રેષ્ઠ એવો ઘટપાટ પૂજાવિધિ બતાવ્યો છે. આ વિધિ કરવામાં જે મંત્ર બોલાય છે તે બધાયમંત્ર અથર્વવેદ ઉપરથી જ ઈમામશાહમહારાજે કરેલા છે. પૂજા વિધિના સમયે ઘટપાટની સ્થાપના કરી ચોખ્ખા ઘીની ત્રણ જયોત કરવી.આ ત્રણ જયોતિ રજ,સત્વ,તમ આ ત્રણ ગુણોના અનુક્રમે બ્રહ્મા,વિષ્ણુ,મહેશ દેવતાના પ્રતીકરૂપે છે.પૂજાના વખતે આ ત્રણ જયોતિની ધ્યાનધારણા કરી ગુરૂ પાસેથી મળેલા મંત્રથી સ્મરણ કરી મનમાં ત્રણે જયોતિ એક સાથે જોવી.આ પ્રમાણે એકરૂપ થવાથી સત્વ,રજ,તમ એ ત્રણ ગુણના બદલે એક જ શુદ્ધ સત્વાંશ ગુણ રહે છે તેજ પ્રણવરૂપે પૂર્ણ પરબ્રહ્મ છે. અને તેનુ જ દર્શન થાય છે. સાક્ષાત્કાર થાય છે.તે જ સત્ તેજ પ્રણવસ્વરૂપ એટલે ૐ એ પૂર્ણ અક્ષર બ્રહ્મથી ઓળખાય છે.ૐ કાર જ પરમાત્માની પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ માર્ગ છે.સર્વશ્રેષ્ઠ સાધન છે.આ પરમ રહસ્ય જાણી શ્રદ્ધા અને પ્રેમથી જે પરમતત્વ ઉપર નિર્ભર રહે છે તેને પરમેશ્વરની પ્રાપ્તિ ખાત્રીથી થાય છે.ઈમામશાહ મહારાજે કહયું છે કે પરમાત્મા પરમશાંત અને અદ્વૈત છે. અને એને એકાગ્ર કરી પરબ્રહ્મનુ એટલે જ જયોતિસ્વરૂપનું નિત્ય ધ્યાન ધરવું કે જેથી તેને હજારો સૂર્ય જેવા તેજસ્વી પરમસુખદાયી એવા પરમેશ્વરનું દર્શન થશે. પરમિવશુદ્ધ જયોતિમાં તેની આત્માજયોત એકરૂપ થઈ માણસ લક્ષચોર્યાશીના ફેરામાંથી મુકત થશે.આ પ્રમાણે પરમાત્મા સાથે તદ્રપ થવું એ જીવનનું આદ્યકર્તવ્ય છે.તેની પૂર્તિ માટે શ્રેષ્ઠ શ્રદ્ધા હોવી જોઈએ.સત્યવસ્તુ ઉપરની શ્રદ્ધા શુભ ફળ આપનારી હોય છે.આ પ્રમાણે અથર્વવેદના મંત્રમાં એક મહાન દિવ્ય શક્તિ છે અને ઘટપૂજા વિધી અથર્વવેદના જ મંત્રથી જ થાય છે તેથી દિવ્યશિકત ભરેલા મંત્રથી પૂજાના સ્થળે અંતિરક્ષના અનંત કરોડી દેવીદેવતાઓનું આવાહન કરવામાં આવે છે.

No comments:

Post a Comment