facebook

Sunday, March 17, 2019

મુખી હરીભાઇ જે.પટેલ


સ્તપંથી સેવક : મુખી હરીભાઇ જે.પટેલ
જન્મ તારીખ : ૦૫-૦૬-૧૯૦૮
દેવલોક થયા : ૧૧-૦૮-૧૯૯૯
નિશાળ નો સમય ગાળો : ૦૨-૦૭-૧૯૧૪ થી ૩૦-૧૨-૧૯૨૩
મુખી તરીકે નાં શપથ : ૨૭-૧૧-૧૯૩૦
નિવૃતિ  લીધી : ૩૧-૦૩-૧૯૯૩
મુખી હરીભાઇએ પોતાના જીવનકાળ દરમ્યાન ૬૩ વર્ષ સુધી મુખી )સત્પંથ સંપ્રદાય અનુસાર પૂજા
વિધીનું કાર્ય કરનાર( તરીકે સેવા બજાવી હતી.આમ તો સત્પંથ ધર્મ અનાદીકાળથી ચાલતો
આવ્યો છે. અહીં સત્પંથ ધર્મનાં સ્થાપક સદગુરૂ ઇમામશાહ મહારાજે સત્પંથ સંપ્રદાયની શરૂઆત
કરી હતી.મારા દાદા શ્રી હરીભાઇએ મારી જાણ અનુસાર નાની ઉંમરમાં જ મુખી તરીકેની પદવી
સ્વીકારી અને સત્પંથનાં નિયમો અનુસાર જીવનપર્યત જીવન જીવી ગયા હતા.તેઓ સતપંથ ધર્મનાં
ઉપદેશ અને લગતાં કાર્યમાં નાનપણથી જ જોતરાય ગયા હતા.પોતે વ્યવસાયે ખેતી કરી ઘરનુ
ગુજરાન ચલાવતા હતા અને સાથે ધર્મકાર્ય માટે એટલે કે વારીયજ્ઞ વગેરે ઘટપાટ પૂજા અર્થે ગામડે
ગામ આવેલા સતપંથ મંદિરમાં જઇને પૂજાઓ કરતા હતા.ત્યારનાં સમયમાં કોઇ ખાસ વાહન
વ્યવહારની સગવડ પણ નહોતી તેમ છતાં પૂજા માટેનું અિવરત કાર્ય નિસ્વાર્થ પણે બજાવી રહયા
હતા.તેમણે સતપંથ સનાતન સંપ્રદાયનાં ભાઠા ગામમાં મુખી તરીકે સને ૧૯૩૦ની સાલમાં શપથ લઇ
સત્પંથ મંદિરમાં મુખીની ગાદી ઉપર પૂજા કરવાનો કાયેભાર સંભાળવાનું શરૂ કર્યુ હતું.તેમણે
જીવનપર્યત સતપંથ મંદિરની નિસ્વાર્થ,ધર્મ પરાયણતા અને નિષ્કામ કાર્યથી સેવા અને પોતાનો
કિમતી સમયનો ફાળો તેમજ મંદિરની તથા સત્પંથ સંપ્રદાય માટે ખરેખર તનમન ધનથી સેવા
બજાવી અનન્ય ફાળો આપ્યો હતો.તેમની નિખાલસતા,ધર્મ પરાયણતા અને મળતાવડા સ્વભાવને
કારણે જ તેઓ સૌના વિશ્વાસ પ્રાપ્ત કરી શકયા હતા અને આદરમાનને પાત્ર બન્યા.આ બાબતોને
ધ્યાનમાં રાખી તેમનું ૩૧-૦૩-૧૯૯૩ નાં રોજ જયારે મુખી તરીકેની સેવામાંથી નિવૃતિ  લીધી હતી
ત્યારે મંદિરનાં વહીવટ કર્તા અને સતપંથી સેવકો તરફથી તેઓ શ્રી હરીભાઇ મુખીનું સન્માન પણ
કરવામાં આવ્યુ હતું.આમ તો અમારું મૂળ વતન જ બોર ભાઠા ગામ )સુરત,ગુજરાત( છે.અને
અહીં ખાસ કરીને દિક્ષણ ગુજરાતમાં ખાસ કરીને આપણા સતપંથી સંપ્રદાય પિરવાર
ભાઠા,ભાટપોર,ડુમસ,ભીમપોર,અઠવા,સુરતશહેરમાં,તથા કાદીપોર,દેલવાડા,નવસારી વગેરે
સ્થળોએ રહેતા આવ્યા છે.મને યાદ છે ત્યાં સુધી મારા દાદા હરીભાઇ મુખી આ બધી જગ્યાએ
આવેલા સતપંથ મંદિરોમાં જઇને ઘટપાટ પૂજા વિધિ કરતા હતા.આમ સત્પંથનાં સંસ્કારો અને
સ્મસરણો દાદાજી પાસેથી મ૯યા છે.તેમના જીવનકાળ દરમ્યાનની સતપંથ ધર્મ માટેની ઉમદા સેવા
લાગણી અને વિશ્વાસ જાણે આજે પણ હયાત ન હોવા છતાં સાક્ષાત હાજર હોય એવુ મને લાગ્યા
કરે છે.આજનાં ટેકનોજીનાં યુગમાં મને ઇન્ટરનેટ દ્રારા એમની સાથેની યાદો દુનિયા સમક્ષ મુકવા
માટે આ બ્લોગરૂપી એક સરસ માધ્યમ મળીયું છે તો એમની પાસેનાં સતપંથ ધર્મ અંગેનાં પ્રાચીન
સાહિત્ય અને પુસ્તકોનો આધાર લઈને આ બ્લોગ દ્રારા સતપંથ ધર્મ વિશેની માહિતી રજૂ કરુ છું
અને એમાં કોઇ ખામી કસૂર હોય તો માફી ચાહું છું.તમારા સૂચન આવકાર્ય છે.જો આપ શ્રી મારા
દાદાજીને પર્સનલી કોઇ સંપર્કમાં રહયા હોય તો તે પણ જણાવી શકો છો.
નરેશ આર. પટેલ
ૐ નમો નિષ્કલંકી નારાયણ જર્નાદયાય ,સતપંથ સનાતન ધર્મની જય,સદગુરૂ ઇમામશાહ મહારાજ ની જય

સદગુરુ ની શિક્ષા પત્રી


નાની સરખી લાગતી આ સિક્ષા પત્રી સદગુરુ ઇમામશાહ મહારાજ ના હ્રદય કમલ મા થી પરાવાણી માથિ પ્રગટ થયેલી આ વાણી ને ત્રણે કાણ મા ભુતકાણ ,વર્તમાનકાણ અને ભવિષ્યકાણ મા આ સબ્દ સત્ય થઇ ને રહસે.સિક્ષા પત્રી આપ્ડૂ સત્પંથીઓ નુ બંધારણ છે . કેંદીય સરકાર નુ બંધારણ હોય, રાજ્ય નુ બંધારણ હોય, જિલા નુ બંધારણ હોય, તાલુકા નુ બંધારણ હોય, પંચાયત નુ બંધારણ હોય, કોય ટ્રસ્ટ હોય કે મંડલી હોય તેનૂ બંધારણ હોય ઐમ આ સત્પંથીઓ નુ બંધારણ છે . બધાજ સાસ્ત્રો નો આ સાર આ સો(૧૦૦) નિયમ ની સિક્ષા પત્રી સદગોર શ્રીઇમામશાહ મહારાજે આપને આપ્યો છે. આ પાયા નુ જ્ઞાન છે જેના ઉપર પૂરા વિશ્વ ના સાસ્ત્રો રચાયેલા છે. સિક્ષા પત્રી આપડી
આચાર સહિંતા છે. વ્યાહારિક જ્ઞાન બતાવ્યુ છે જીવન જિવ્વાની કણા બતાવી છે.સિક્ષા પત્રી મા બતાવ્યુ છે કે હે મનુષ્ય તને તન અને મન ની તંદુરુસ્તી જોયતી હોય તો તૂ સિક્ષા પત્રી ના નિયમો નુ અનુસરણ કર.જેમ આપડી ગાડ઼ી હોય ઇ ગાડ઼ી ને પણ સર્વિશિંગ માટે લઇ જાવી પડે. ત્યા મેકેનિક ઇ ગાડ઼ી નુ જે મેન્યુ હોય કે કઇ જાત નુ આયલ નખાય, કઇ જાત નુ ફિલ્ટર નખાય, ટાયર મા હવા કેતલી જોઇઐ, કઇ જાતનુ સ્પેયર પાર્ટ્સ, બેરિંગ હોય ઐમ આ સત્પંથિયો માટે સિક્ષા પત્રી આ જીવન ની ગાડ઼ી નુ મેન્યુઅલ છે. ગાડ઼ી બગડે તો મેકેનિક મેન્યુ જોવે ઐમ આપડા જીવન ની ગાડ઼ી બગડે તો આ સિક્ષા પત્રી ને ખોલ્જો, અને આમા થી જીવન જિવ્વાની ટેકનિક મલસે 
ૐ શ્રી સદગોર ની શિખામણ
સદગોર તણી શિખામણ સાચી,
સાંભળો ä(Pvr એકાંતિ . ૧
દિન પર્તે કરો ધામસું ધંધા,
સાંજ પડે થાઓ સાહેબકા બંદા. ૨
કોઈ કેની ન કરશો નિંદા ,
જઈ ગતમાંને કહો હેજંદા. ૩
ગોર મુખે તમે રહો રે બંદા,
ä(Pvr કેરી યેહી સંદયા. ૪
એમ વંદો સંદયા ä(Pvr ભાઈ,
મેલો ક્રોધ ન કરશો ઈર્ષાઈ. ૫
મન મારો તો મમતા મુઈ,
ધર્મશાળામાં ન રહેશો સુઇ. ૬
ધર્મશાળામાં પર વાત ન કરશો,
આહાર ઘણું કરી પેટ ન ભરશો. ૭
ભરશો પેટ તો ભારી થાશો,
આવશે નિંદ્રા પછી પસ્તાશો. ૮
હળવે પેટે હાંસલ થાશે,
જાગતાં જીતશો સદગોર સાથે. ૯
વડા મોટાની અદબે રહેજો,
મોટા તણા બે અવગુણ સેહજો. ૧૦
દહાડો વડો તેને વરસ કરી જાણો,
બોલો મીઠા વચને પ્રેમ જ આણો. ૧૧
આપણેથી જે નાનેરો ભાઈ,
તેને બોલાવો મોટેરો કહી. ૧૨
મીઠે વચને બોલો વીરા,
તમ મુખે તો ઝલકે હીરા. ૧૩
સદગોર મ૯યાનો એ છે ભેદ,
ä(Pvr ä(Pvrનો ન કરશો ખેદ૧૪
સાંભળે રૂડું ને આચરે કુડું,
નિશ્ચે તેનું થાશે જ ભુંડું. ૧૫
આળસ નિંદ્રા ન કરવી જાણી,
જૂઠ તજો વેદ વચન પ્રમાણી. ૧૬
કૂડ કપટ સર્વે નાખો કાઢી,
અમીરસ પી નિશાની લો દાડી. ૧૭
ઘર થકી ધર્મશાળામાં આવો,
ઊપજાવી ભાવ નિશાની લાવો. ૧૮
સંપત ઊપજે તે તમે લાવો,
મુખી સાથે નવ કરશો દાવો. ૧૯
દાવો કરે દુનિયાને ભાવે,
આવે દારિદ્ર ને દેવ નિહ પાવે. ૨૦
અધર્મી ને ઊણયાચારી,
જાણયું અજાણયું તે દે પચારી ૨૧
સુતક લાઈ ભર્યા જો રહેશો,
હાણ ઉપજશે બહુ દુ:ખ સેહશો. ૨૨
અમી નિશાની નિહ લો દાડી,
તો ગોરજી મેલશે ગતમાંથી કાઢી ૨૩
ધર્મી ધીંગાણાની વાત ન જાણે,
અધર્મી મનમાં ઓછું આણે. ૨૪
જ્ઞાન દયાનમાં જુઓ વિચારી,
હાણ વર્ધને જુઓ તપાસી. ૨૫
દયાન ધરી તમે ઝાલો સ્મરણી,
છાના છૂપા કરો ઉતમ કરણી. ૨૬
એવા ગુણ ગંભીરે ભિરયા,
ä(Pvr પાળો સોએ ક્રિયા. ૨૭
પ્રથમ હ્યદય ધોઈ નિર્મળ કરવું,
બીજી ક્રિયા નિત નાહીને જમવું ૨૮
સત્યે ચાલવું રાતને દિવસ,
તેમાં સાચું બોલવું નિશ્વે. ૨૯
દયા રાખવી દિલમાં જાણી,
સુપાત્રને દાન દેવું પ્રાણી. ૩૦
પર દુ:ખ જાણી પાસે રહેવું ભાઈ,
મોટાને તો માનવા સહી. ૩૧
મોટાઈનો મન ગર્વ ન કરવો
દશમી ક્રિયા જે ક્રોધ ન કરવો ૩૨
ધર્મ તણું આળસ ન કરવું,
સરજયા સાથે દયાન જ ધરવું. ૩૩
નિત નિત ગતમાં મલવું જાઈ,
ગોરનર મુખીને મલવું ધાઈ. ૩૪
નિત નિત અમી પીએ તે ધર્મી,
અહંકાર મૂકે તે નર કર્મી. ૩૫
જૂઠું ä(Pvr ને બોલવું નિહ,
અતીત અભ્યાગત સંતોષવા સહી. ૩૬
ભૂખ્યાને અન્ન આપવું જાણી,
તરસ્યાને તો પાવું પાણી. ૩૭
નાગાને વસ્ત્ર આપી અર્થ જ લેવો,
સગાં કુટુંબનો ભાર જ સેહવો. ૩૮
સઘળું સાંખી કરી દયાન જ ધરવું,
અવગુણ કરે તેનો ગુણ જ કરવો. ૩૯
ઓછું કોઈને આપવું નહીં,
અદકું કોઈનું લેવું નહીં. ૪૦
પરસ્ત્રી ગમન તો કરવું નહીં,
ભૂંડી નજરે ન જોવું ભાઈ. ૪૧
જાણી અજાણી ન દીજે ગવાહી,
કૂડ કપટે ન ચાલશો ભાઈ. ૪૨
મુખથી મર ન કહેવું લગાર,
વ્યાજ ખાએ તેનો ન લેવો આહાર. ૪૩
હાડ વકરો કરે પાતક સહી,
પશુ પાળીને વેચવું નહીં. ૪૪
ધરતીનું મૂલ ન કરશો માતા,
કન્યા તણો રખે દ્વવ્ય જ ખાતા. ૪૫
લાંચ ન ખાવી એક રતી,
ખોટું ખત નવ લખશો સતી. ૪૬
મેદાને જઈ પાંચ આચમન કીજે,
ચાલીસ ક્રિયા ä(Pvr પાળી લીજે. ૪૭
માટી લઈને ધોવા હાથ,
નાહી કરીને થાવું પાક. ૪૮
પાણી લઈને પેશાબ જ કરવી,
આચમન ત્રણ કરે તે નર ધર્મી. ૪૯
અણગળ્યું નીર ન પીવું પ્રાણી,
જીવતો જીવ ન મારવો જાણી. ૫૦
હીંગ તમાકું ન ખાશો કોઈ,
અમલ આહાર તજો નર જોઈ ૫૧
દનીમાં બેસીને ખાવું નિહ,
એઠું જુઠું ન ખાશો ભાઈ. ૫૨
ગળીનાં વસ્ત્ર પહેરવાં નિહ,
નીચની સંગત ન કરવી સહી. ૫૩
અપવાસ વ્રતની આશ ન ધરવી,
પાણી પથ્થરની પૂજા ન કરવી. ૫૪
મેલી થાપણ ન રાખવી જાણી,
વખત વેળા ન ચૂકશો પ્રાણી. ૫૫
અમર થૈયે તે જપીએ જાપ,
વણ પૂછે ખાધે છે પાપ. ૫૬
પાઘડી જતી ન કરશો લગારી,
ચાંપી આહાર ન લેશો લગાર. ૫૭
લાલચે પ્રીત ન કરવી ભાઈ,
માતા કરી જાણો મોટી ભોજાઈ. ૫૮
અરુંપરું નવ કરશો ä(P,
પાડોશી દુભવી નવ કરશો દુ:ખી. ૫૯
વિશ્વાસઘાત ન કરવી સહી,
પડી જડી વસ્તુ ન લેવી ભાઈ. ૬૦
કોઈને આળ ન ચડાવવી જાણી,
ઉછી ઉધારનું ન રાખવું પ્રાણી. ૬૧
પારકું ધન લેઈ ભાગવું નિહ,
પુત્ર થઇને આપવું સહી. ૬૨
કોઈને ગાળ ન દેવી જાણી,
મૂર્ખપણામાં ન રહેવું પ્રાણી. ૬૩
જ્ઞાન દ્વષ્ટે જોવું સૌને સરખું,
શત્રુ કરે તે નવ કરવું. ૬૪
સાચો જૂઠો ન કરવો વાદ,
જૂઓ જૂગટાનો ન કરવો સ્વાદ. ૬૫
નાચ છંદ ભવૈયા જોવા નહી,
એ છલભેદે સદગોર ખોવા સહી. ૬૬
જમતાં ખાટું ન કહેવું ભાઈ,
વખાણવું પણ વખોડવું નહી. ૬૭
પ્રભાતે નાહીને બહાર નીસરવું,
સંસાર કરે તે નવ જ કરવું. ૬૮
તપ તિરથને કરવું સ્નાન,
નિર્મળ થઇને ધરવું દયાન. ૬૯
આપણા પ્રાણીને દુ:ખ નવ દીજે,
દર દીવાને પ્રીત નવ કીજે. ૭૦
હાલતાં ચાલતાં ખાવું ન ખાશો,
ષટ દર્શન પુજી પસ્તાશો. ૭૧
વેદ શાસ્ત્ર કહે તેમ કરવું સહી,
ચતુરાઈ ચોખાઈમાં રહેવું ભાઈ. ૭૨
ઝેર ખાઈ જંપલાઈ ન મરવું,
આવાગમનમાં ફરી અવતરવું. ૭૩
જોર જુવાની વશ જો કરવી,
પરસ્ત્રી સાથે સંગ ન કરવી. ૭૪
આગને એઠું પાણી ન છાટવું જાણી,
લીલું ઝાડ ન ભાંગવું પ્રાણી. ૭૫
પ્રભાતે ફૂલ ચૂંટવાના છે બહુ દોષ,
પાણી પથ્થર પૂજે નિહ પામો મોક્ષ. ૭૬
અવાચક પ્રાણીની આલ ન કરવી,
ભોજન છાંડી બેસ ઊઠ ન કરવી. ૭૭
એઠું પશુને ન આપવું પ્રાણી,
એબ કોઈની ન ઉઘાડવી જાણી. ૭૮
ભાંજગડ કોઈની કરવી નહી,
ગોરનાં વચન ન લોપવાં સહી. ૭૯
શિખામણ પૂછે તેને સારી દીજે,
લઇ તસ્બી હરી નું સ્મરણ કીજે. ૮૦
પીઓ અમીરસ બ્રહ્માજી મિલયા,
ä(Pvr પાળો સોએ ક્રિયા. ૮૧
નવા ધર્મીને ધર્મ અપાવો જોઈ,
સો ક્રિયા ની પહેરાવો જનોઈ ૮૨
થયા બ્રાહ્મણ બ્રહ્માજી મલીયા,
આવાગમનના ફેરા ટિલયા. ૮૩
ä(Pvr સાંભળો બ્રહ્મજ્ઞાન,
ગતમાં જઈ કરો ગંગસ્નાન. ૮૪
બ્રહ્મજ્ઞાન ગોરનરને ભાવે,
અણસઠ તિરથ ગુરૂચરણે આવે. ૮૫
પ્રત્યક્ષ ગોરનર ગતમાં બેઠા,
ભાગ્ય જેના સદગોર જ્ઞાને દીઠા. ૮૬
જ્ઞાન દયાનમાં જુઓ વિચારી,
દુનિયામાહે દેવ ગુપત અવતારી. ૮૭
ä(Pvr તેજે રાખે જ્ઞાન,
નિર્મળ થઇને ધરવું દયાન. ૮૮
મુનિવર તેજે વારે મન,
કરે કસોટી કાયા રતન. ૮૯
ભણે ઈમામશાહ સુણો ગત સોહી,
ગતમાં બેસીને ઈમાન રાખો સબ કોઈ. ૯૦
જે સદગોર આધ તપસી કહેલાએ,
સો ઈમામ જાંબુદ્વીપમાં આયે. ૯૧
ગોરનર જાંબુદ્વીપે આવ્યા સહી,
મુનિવર આરાધો એકમના થઈ ૯૨
ગોરનરે જાંબુદ્વીપે પૂર્યો વાસ,
તમે રાખો અમરાપુરની આશ. ૯૩
વાંચા પાળો આચરો બ્રહ્મજ્ઞાન,
રહો ä(Pvr એકે દયાન. ૯૪
જે રૂપે ગોરનર હોએ સહી,
તે રૂપે જાપ જપાવો મુનિવર ભાઈ . ૯૫
નીચા નમી નમી કરો પ્રણામ,
ગોરનરે જાંબુદ્વીપે કર્યો મુકામ. ૯૬
જો પૂરા પ્રેમસું ધર્મે ધાઓ,
તો ä(Pvr અમરાપુરમાં જાઓ. ૯૭
અમ્મરભેદે અમરાપુરી લેશો,
ä(Pvr અમ્મરગઢમાં રહેશો. ૯૮
અમ્મર ફળનાં ભોજન કરશો,
અન્નત કલફની આવરદા ભાગવશો. ૯૯
ä(Pvr એક મને ગોરની વાંચા પાળો,
બો૯યા ઈમામશાહ અમરાપુર માલો. ૧00

પરિવાર પુજવા અને પાય પૂજવા :-

હરિ પરિવાર કોને કહેવાય :- આપણી યજ્ઞિવિધ માં આવે છે તમારો પિરવાર પ્રહલાદ,હિરશચંદ્ર,ધ્રુવ આ એનો પરિવાર છે.એની રાહે ચા૯યા ધર્મને સ્વીકાર કર્યો ઇ એનો પરિવાર છે.જો એની વંશાવણી પૂજાતી હોત તો કૃષ્ણ ભગવાન યાદવાસ ટળી ન કરી હોત,ઇમામશાહ મહારાજે એની વંશાવણીને પૂજવાનું નથી કહયું અને હિન્દુજાતના શાણાકાકાને ગાદીપિત બનાવ્યા હતા કારણ કે આ નાદ અને બુંદનો વિસ્તાર છે.બુંદમાંથી સર્જાલો સંસાર માયાના પ્રભાવમાં ભૂલો પડે છે. અને નાદથી સર્જેલો સંસાર એને સત્યની રાહ બતાવે છે.કેમકે નાદ
એટલે આવાજ(ગુરૂમંત્ર) જે કાનથી લેવામાં આવે છે.કોઇ પણ પીઠ કે ગાદી હોય એમાં અનેક શિષ્યો હોય. પણ જે ગુરૂનાં પદના લાયક બને અધિકારી બને તે બીજાને સત્યનો રાહ બતાવે આ કુદરતનો ક્રમ છે.મારકુંડ ઋિષના ભજનમાં આવે છે કે નાદ અને બુંદથી સર્જેયેલા સંસારને સત્યના રાહ પર પ્રેરણા આપે.અને એના રાહ ચાલે ઇ એનો પરિવાર.જે જે પરમાત્મા જે જે સમય ઉપર આવ્યા,ઋગ્વેદ હતો ત્યારે ઋગ્વેદના જે દેવો હતા તેઓના નામથી ચરણામૃત બનતુ.ર્યજુરવેદ હતું ત્યારે ર્યજુરવેદના દેવોના નામથી ચરણામૃત બનતું સામવેદ હતું ત્યારે સામવેદના દેવોના નામથી ચરણામૃત બનતું ફકત રીત રસમમાં ફેરફાર થાય છે અને આજ કળયુગમાં અર્થવવેદના દેવોના નામથી ચરણામૃત બને તો સહી સહી થાય.આજ ભગવાન શ્રી નિષ્કલંકી અને એના જે પાત્રો છે.આપણા સતપંથ શાસ્ત્રમાં કહેવાય છે કે મુનિવર જાગોને ગોરનર આવ્યા. જાંમ્બુદ્વીપ માં જાગી જયોત મુનિવર જાગો ને ગોરનર આવયા આપણી પૂજામાં આવે છે કે ગોરનરના તપે કરીને જીવના ગુના માફ કરો ગોર નરના જાપના તપે કરીને જીવના ગુના માફ કરો.
મનિચંતામણીમાં કહયું છે કે રૂપ હમારા કાલેશ્રી દેખી જગત બીહાય.ગુણવંતા ગુણ સાંખીયે જેની મુખે કિર્તી લખાય.આપણી શિક્ષાપત્રીના ૯૪માં શ્લોકમાં આવે છે કે આપણા સ્વામી જે રૂપે હોય તે રૂપે જાપ જપો મુનિવરભાઇ દશતરી ગાયત્રીમાં આવે છે કે જે કોઇ ચિત હરી શું લાય તેના ધર્મ વધેને પાપનો ક્ષય થાય.નમો નમો પરીબ્રહ્મ નારાયણના નામને નમો.
શાસ્ત્રોમાં જે રાહ બતાવ્યો છે એમા જેનું મન અડીખમ રહયું.જેને ધીરજ રાખીને અડગ મન બનાવ્યું છે એનું કામ થાશે.ગંગા સતીએ પણ કહયું છે મેરૂ તો ડગે પણ જેના મનડા ન ડગે,ભાંગી પડે આ બ્રહ્માંડ વિપત પડશે પણ વળશે નહી સો હરિજન પ્રમાણ.આવીજો આપણામાં અડગતા હશે તો પરમાત્મા આપણા સાથે જ છે.પણ આપણું મન ડરી જશે, ઢીલાપડી જાશું તો પરમાત્મા કે હું શું કરું.તમારા કારણે મને ચિંતા ઉપની રખે તમે બેઇમાની થાતા હો .ભક્તિ જે થાય તે પણ મનને અડગ રાખો નકર રાખો એક નહી અનેક શાસ્ત્રોમાં પૂરાવા મળશે.

ગુરુ દીક્ષા

સતપંથ ધર્મમાં ગત ગંગાની હાજરીમાં ત્રેતીસ કરોડી દેવોનું આહવાન કરીને જયોતી સ્વરૂપ નારાયણની હાજરીમાં ગુરૂ દિક્ષા દેવામાં આવે છે.દ્રાપરયુગમાં આજ પ્રમાણે ગુરૂદિક્ષા દેવામાં આવી હતી પાંડવોના ગુરૂ ઋિષ માંકન્ડ હતા અને ગત ગંગાની હાજરીમાં કાનમાં મહામંત્ર દિધો હતો આ મહાધર્મની જે પ્રણાલીકા છે એવી પ્રણાલીકા બીજે કયાંય નથી. ધર્મનો આદેશ બતાવ્યો ત્યારે માંકન્ડ કહે છે સાંભળો યુંધીષ્ટીર સત્યની વાતુ વીરા હુ કહું છું.સત્યની બાંધી માતા પૃથ્વી,સત્યના બાંધા રૂડા શેષનાગ,સત્યના બાંધયા મારા હરીજન સતવાદીએ સતધર્મ ચલાવ્યો હૈ. અઠયાસી હજાર ઋિષ મણી,ઈન્દ્રને ઈન્દ્રાણી મણી અલખ વધાવ્યા સાચામોતી બ્રહ્માને બ્રહ્માણી મણી અલખ વધાવ્યા સાચા મોતી, કરોડ ત્રેત્રીશ મણીને પુજાનો જગન રચાયો તેજોમાં અલખ ધણી આવ્યા. જયોતી સ્વરૂપે નર પાટે પધારયા.ત્યાં નર નકંળક બાવો આવ્યા,એના જગનમાં ગંગાજી પધારયા એના જગન માં સિત દ્રોપદી પધારયા એને કોણીને પ્રસાદ વેંચતા આર્ય ધર્મના આદી અનાદીનો હૈ દેવતાઓ પ્રગટ કર્યો હૈ કહે ઋિષ માકંન્ડ સુણો રાજા યુધિષ્ઠર આ ધર્મ તો મરજીવાનો છે અનુભવ વગર ધર્મી નહી થવાય. યુધિષ્ઠર કહે સાંભળો મોટા ઋિષવર નિજયા ધર્મ અમોને દીજીએ.માકંન્ડ ઋિષ કહે.એક રે અંગના કરો નવ ટુકડા શિષ ઉતારી ધરણી ધરો તો હે રાજા ધર્મ તમે મહાધર્મને વરો.યુધિષ્ઠર બો૯યા શિષ ઉતારી ગુરૂના ચરણે ધરું એક અંગના નવ ટુકડા કરૂ તો મારાથી ધર્મનું પાલન કેમ થાય.ઋિષ માકંન્ડ બો૯યા ઇ વાત માતા કુંન્તી જાણે કહી રાજા ઉતાવડા પગે ચા૯યા માતાના મંદિરે આવ્યા પિરક્રમા કરી હાથ જોડી ઊભા રહયા અને બો૯યા હે માતાજી નીજયા ધર્મ અમોને દિજીએ જન્મમરણનો અમને ભય છે ભારી,તઇ માતા બો૯યા સત વચન છે માકંન્ડ ઇમા મિથ્યા જરાય નથી ધર્મ ધુણો નિજાર બંધ સપૂર્ણ જાણે સતી દ્રોપદી ઉમા જાવો મારાથી એને વધુ ખબર હૈ તો રાજા ઉતાવડે પગે ચા૯યા દ્રોપદીના મંદિરે આવ્યા ઉન્મત થઇને હાથ જોડી ઉભા રહયા.તઇ સતી કેરા નવતો અંગની નવદ્યા ભિકત ગુડા ખોડી ને પગે લાગવું એમાં નવ અંગના નવ ટુકડા થાય.શીષના સાથે શ્રીફળ ગુરૂને ચરણે મુકો તો નિજયા ધર્મને તમે વરો ત્યારે રાજા જોડે સજોડે ચા૯યા માંકન્ડ ઋિષને મંદિરે આવ્યા અને સહસ્ત્ર અઠયાસી મળી કરોડ ૩૩ મણી યુધિષ્ઠરનાં કાકંળ ભર્યા.શાસ્ત્રેામાં આજરિત બતાવી છે.ઇ જ વિધી અનુસાર સતપંથીઓને કાકળ ભરાય છે.

દશૌદ એટલે શું?

મૂળબંધનાં અંદર બતાવ્યું છે કે ૧ શ્વાસ લઇને એનિ ૧ ક્ષણ થાય ,૬ શ્વાસનિ ૧ પળ થાય, ૬૦ પળનિ ૧ ઘડી થાય અને ૬૦ ઘડીનો ૧ દિવસ અને રાત થાય આને ગુણાકાર(૧x૬x૬૦x6૦= ૨૧૬૦૦)કરીએ તો ૨૧૬૦૦ થાય અને મણસ ૧ દિવસમાં ૨૧૬૦૦ શ્વાસ ઉશ્વાસ લે છે.હવે આ ૨૧૬૦૦ નો દશમો ભાગ દશૌદ કહેવાય.આ દશૌદ દિધા વગર જીવ પાવન ન થાય પરમાત્માને મેળવી ન શકે ૨૧૬૦૦નો દશમો ભાગ ૨૧૬૦ થાય તમારા ગુરૂએ જે મંત્ર આપ્યો હોય એની ૧૦ માળા સવાર અને ૧૦ માળા સાંજે ભગવાનના નામની કરવી જોઇએ.એક માળામાં ૧૦૮ મળકા હોય ૧૦ માળા કરીએ તો ૧૦૮૦ થાય આમાથી ૮૦

નામ તમને માફ કરે અને ૧૦૦૦ નામ જો ગુરૂની છબીને હ્યદયમાં લઇ એને શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી માળાનો મળકો મૂકો તો આધ્યાત્મરૂપે રોજનું જ્ઞાન ગ્રહણ કરી શકાય અને દરરોજનું જ્ઞાન ન કરીએ તો હ્યદય મેલું થાય આપણે આ ભૂમી ઉપર ભારરૂપ બનીએ

સતપંથ ધર્મ શું છે. ?

(૧)  સતપંથ ધર્મ શું છે. ?
સર્વધર્મ નું મૂળ સત્ય પર આધારિત છે, આ અિદ્વતીય સત્ય છે. જે રીતે એક નાનુ બીજ મોટા વૃક્ષનો આધાર છે તેજ પ્રકારે સુક્ષ્મ મહાન સત્ય(આત્મા)ને ઓળખવાનાં માર્ગને સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજએ સતપંથ નામ આપ્યુ છે. ૐ (ઓમ) પ્રણવ બ્રહ્મનું સ્મરણ કરવાની સાથે જયોતિ સ્વરૂપ પરબ્રહ્મનું ધ્યાન કરવાનું સતપંથ ધર્મમાં બતાવ્યું છે. સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજએ માનવ જીવનનો અંતિમ ધ્યેય મોક્ષ પ્રાપ્તિ બતાવ્યો છે.મોક્ષની વ્યાખ્યા સૂફી સંતએ ભકતોને માત્ર સોળ સરળ શબ્દો કલીતારક મંત્ર તરીકે નીચે મુજબ કરી છે. ૐ શ્રી નિષ્કલંકીનારાયણાય નમો નમ: ઉપરોકત મંત્રનો જાપ અને ચિંતન કરવાથી જીવાત્માને સંસારની મોહમાયાથી છૂટકારો આપી પરબ્રહ્મની
 
પ્રાપ્તિ થાય છે.
 
(૧) દૃઢ નિશ્ચય ૨ પ્રિતજ્ઞા ૩ નિયમ  
૧ દૃઢ નિશ્ચય :- ( 1)સત્ય (૨) પુરુષાથ (૩) પ્રેમ (૪) સમાનભાવ (૫) અિહંસા (૬) પરોપકાર (૭) ક્ષમા ઉપરના તત્વોનું પાલન દૃઢ નિશ્ચયથી કરવું. (અ) સત્ય : બોલવા અને આચરણમાં હંમેશા સત્ય અને નિષ્કપટ બુદ્ધિ અને મૃદુવાણીનું અવલંબન કરવું. (આ) પુરુષાર્થ : ધર્મ,અર્થ,કામ અને મોક્ષ (૧) ધર્મ : વેદોકત માર્ગનું પ્રેમથી આચરણ કરવું (૨) અર્થ : જાત મહેનત અને પ્રમાણિકતાથી ધન મેળવવું. સાત્વિક સંપતિ કહેવાય, પણ અન્યાય,જુલમ કે ખોટા માર્ગે મેળવેલી સંપિતનો ઉપભોગ લેનાર માણસ હીન બને છે. તેથી ન્યાય અને નીતીના માર્ગે જ ધન મેળવવું. (૩) કામ : વિષય સેવન કે ઇન્દ્રિયોં ના ક્ષણીક ઉપયોગમાં ભેરવાઈ ન રહેવું. વાસનાઓ જીતી ઇન્દ્રિયોં ઉપર કાબૂ મેળવવો. (૪)મોક્ષ : વેદ વિહિત મુક્તિ માર્ગની સાધના મુજબ વર્તન રાખી મુક્તિ નું અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેવું. એમ કરવામાં આવશે તો જ માનવજન્મ સાર્થક થશે. અન્યથા માનવ અને પશુમાં ફરક નહીં રહે. (ઈ) પ્રેમ : કોઈના પ્રત્યે દ્રેષ, તિરસ્કાર કે અદેખાઈ ન રાખતા, એકબીજા પ્રત્યે પ્રેમભાવથી રહેવું. દોષો તરફ ન જોતાં ગુણ ગ્રહણ કરી પ્રેમથી રહેવું. (ઉ) સમાન ભાવ : આપણામાં અને બીજામાં રહેલો આત્મા એક જ છે એવી આત્મૌપજય બુદ્ધિ રાખવી. આપણે બધા એક જ ઈશ્વરના બાળકો છીએ. કોઈ નાનું મોટું નથી એ દ્રિષ્ટથી બધા સાથે બંધુત્વ ભાવથી રહેવું. (એ) અહિંસા : સત્પંથ માર્ગમાં અહિંસા એ એક મહાન તત્વ છે. પશુ પક્ષી કે અન્ય પ્રાણીને મારવાથી જ હિંસા થાય છે તેમ જ માર !એટલું કહેવાથી કે લાગણી દુભાવવાથી પણ હિંસા થાય છે. એથી નૈતિક અધ:પતન થાય છે. (ઐ) પરોપકાર : સન્માર્ગે જનારા પ્રત્યેકને મદદ આપવા હંમેશા તૈયાર રહેવું શુદ્ધ બુદ્ધિ અને નિષ્કામભાવથી દુ:ખીજનોની સેવા કરવી અને દરેકના કલ્યાણની ભાવના રાખવી તેમજ સત્પુરૂષોની સેવા કરવી. (ઔ) ક્ષમા : આપણને દુ:ખ કે કષ્ટ આપનારને ક્ષમા આપવી એ આપણી ફરજ છે. (૨)પ્રતીજ્ઞા : (અ) સત્પંથની દરેક પ્રતીજ્ઞાનું પાલન કરવું. સદગોર ઈમામશાહે વ્યવહાર કર્તવ્યપાલન,અને ધર્મકાર્યમાં કેવી રીતે આચરણ રાખવું તે સંબધે કરેલા નિયમોનું પાલન કરવું. (આ) બાળકોને સતપંથની શિખામણ આપવી : પોતાનાં સંતાનોને બાળપણથી જ ધર્મ શિક્ષણ પણ આપવામાં આવશે તો જ સંસ્કૃતિ ટકશેં. (ઈ) અંધશ્રદ્ધાનો ત્યાગ અને જ્ઞાન દ્રિષ્ટનું અવલંબન : અજ્ઞાન કે અંધશ્રદ્ધાથી રહેવામાં ખતરો છે. તેથી વેદ, ઉપિનષદો વગેરે સત્શાસ્ત્રો ઉપર તેમજ સદગુરુ વચન ઉપર શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી. (૩) નિયમ : (અ) શરીર શુદ્ધિ (આ) હ્યદય શુદ્ધિ (ઈ) વ્રત (ઈ) ઉપાસના (ઉ) ધ્યેય (અ) શરીર શુદ્ધિ : લાઈસુતક (વુદ્ધિ -જનન શૌચ) સ્ત્રી,પ્રસુત થયા પછી તેણીએ સવા મિહનો એટલે ૪૦ દિવસ અને ગોત્રજોએ ૧૧ દિવસ સુધી સૂતક પાળવું. મરણ સૂતક, મરણ પ્રસંગે ગોત્રજોએ ૧૧ દિવસ સુધી સૂતક પાળવું. માસિક ધર્મ વખતે સ્ત્રીએ ૪ દિવસ સુધી કોઈને સ્પર્શ કરવો નહિ. સ્નાન શૌચાદિ બાબતોમાં શાસ્ત્ર મુજબ વર્તવું અને સદ્ગુરૂ વચન મુજબ તીર્થમંત્રો થી શુદ્ધ થવું. (આ) હ્યદય શુદ્ધિ : અમલી (કેફી) પદાર્થો એટલે લસણ, ડુંગળી, હિંગ, તમાકું, અફીણ, ગાંજો, ભાંગ, તાડી, માંસ- મદિરા વગેરે નિષેદ્ધ વસ્તુઓનો ત્યાગ કરવો. કારણ કે આ પદાર્થોના સેવનથી માણસને નુકસાન થાય છે અને પ્રભુ ભક્તિ થી પરાવૃત (દૂર) થવાય છે. વ્યાજ,સવાઈ, વ્યાજ અને પરસ્ત્રીગમન ચિંતન થી પણ મનુષ્યને હીનતા આવે છે. માણસ આત્મિચંતનથી દૂર રહે છે. અને આસુરી સંપતિ વધે છે. આ મહાપાપથી મનુષ્યનું અધ:પતન થાય છે, તેથી વેદમાં નિષેધ કરેલ વસ્તુઓનો ત્યાગ કરી સાત્વિક અન્ન પદાર્થોનું સેવન કરવું આથી હ્યદય શુદ્ધિ થાય છે. મન પ્રભુ ભક્તિમાં તલ્લીન થાય છે. દૈવિ સંપતિ વધે છે. (ઇ) વ્રત : યુગ ધર્મ મુજબ દરેક મહિનાની સુદી બીજનું વ્રત કરવું, તેમજ થાવર બીજનું મહાવ્રત કરવું. તેમજ દસવંત સૂકૃત,પુણયિતથી, શ્રાદ્ધ,ઉતર કાર્ય,- પિંડ શ્રાદ્ધ વિગેરે બાબતો સતપંથ પૂજાવિધિ પ્રમાણે કરવી. મહાશિવરાત્રી,રામનવમી,ગોકૂળ અષ્ટમી,ગુરૂ પૂર્ણિમા , નવરાત્રી, ગણેશચતુર્થી, દિવાળી, અગીયારસ, ચૌદસ, અમાસ એ તિથીનું વ્રત પાલન કરવું. (ઈ) ઉપાસના : પ્રણવ ૐ કાર મંત્રનું ધ્યાન ચિંતન કરવું અને સતપંથના વચનાનુસાર વરૂણદેવ વારિયજ્ઞ ઘટપાટ પૂજા કરવી. (ઉ) ધ્યેય: આજ કળીયુગના અંતિમ દશમા અવતાર આદ્ય વિષ્ણુ શ્રી નિષ્કલંકી નારાયણ તેમજ આદ્યસકતી માતાને તેમજ પ્રણવ મંત્ર ૐ ને ધ્યેય પુરૂષ માનવા
.
યુગ ધર્મ અને યુગ ગુરૂ
જે ધર્મના લીધે સમાજનું ધારણ પોષણ થાય છે તે ધર્મ નિષ્તેજ અને ક્ષીણ થાય અને અધર્મ જોર પકડે માનવ જાતિની અધોગિત થઈ સૃષ્ટિ બગડવા લાગે ત્યારે એ ચક્ર વ્યવિસ્થત કરવા અને સમાજની બગડેલી ગતી ઠીક કરવા માટે ઈશ્વરનો અવતાર થતો હોય છે.ધર્મ વિરોધક તત્વોનો સંહાર. સજ્જનોનું રક્ષણ અને ધર્મના મૂળ તત્વો સનાતન અને કદાપિ ન બદલવાના હોય છે તો પણ ધર્મના આચારરૂપી બાહ્યંગ પરીસ્થીતી મુજબ બદલાય છે આથી જે તે યુગમાં ભગવાન પ્રગટ થાય છે.ત્યારે તે સમયને અનુકુળ હોય એવા ધર્મની સ્થાપના કરે છે.મત્સ્ય કુર્મ વગેરે દસ અવતારોનું ધર્મ સ્થાપનાનું સ્વરૂપ અંતરંગમાં એકજ હોવા છતાં બહારથી જુદુ દેખાય તેનું કારણ યુગધર્મ છે. યુગે યુગે એનો અર્થ દરેક યુગમાં એવો થાય છે, પણ ઈશ્વરના અવતાર એકજ યુગમાં અનેકવાર થાય છે અને જે તે સમયને અનુરૂપ એવો અવતાર તે ધારણ કરે છે તેજ પ્રમાણે સદ્ગુરુ પણ હોય છે.ઈશ્વરના અવતાર પહેલા સદગુરૂ સત્યનો માર્ગ દોરી આપે છે.સત્યયુગમાં ઈશ્વરના ચાર અવતાર થયા તે વખતે સદગુરૂ બ્રહ્મા સદગુરૂ હતા, તેમણે ઈશ્વરને જાણવા માટે દરેક અવતારના પહેલા સદધર્મ સ્થાપન કર્યુ.પણ જેમણે તે યુગધર્મ માન્યો નહી એવા દૈત્ય શંખાસુર,મધુકૈટભ,મોરદાનવ,હિરયક્ષ-હિરયકિશપુ આદી ધર્મને ક્ષીણ કરવા લાગ્યા,ષડ્કારોને આધીન થઈ અર્ધમાચરણ કરવા લાગ્યા,સાધુ સંતોને રંજાડવા લાગ્યા ત્યારે પૃથ્વી ઉપરનો ભાર દુર કરવા માટે ઈશ્વરને મત્સય,કુર્મ,વરાહ અને નૃસિંહ એ અવતાર ધારણ કરવા પડયા, આ અવતારોએ દૈત્યનો સંહાર કરી ધર્મ સુવ્યવિસ્થત કર્યો. ત્યાર પછી ત્રેતાયુગમાં બલી સહસ્ત્રાર્જુન,રાવણ વગેરે રાક્ષસોના સંહાર માટે ઈશ્વરે વામન,પરશુરામ,શ્રીરામ એવા અવતાર લીધા તે વખતે બ્રહ્મિર્ષ વસિષ્ઠ યુગગુરૂ હતા.તેમણે દોરી આપેલા યુગધર્મને ઉપરના દૈત્યોએ ગણકાર્યો નહી તેથી ઈશ્વરને ત્રણ અવતારો લેવા પડયા.તેજ પ્રમાણે દ્વાપર યુગમાં સદગુરૂ પદ વેદમૂર્તિ વ્યાસ પાસે હતું.તેમણે સ્થાપન કરેલા ધર્મને કંસ દુર્યોધન વગેરે કૌરવોએ નહી માનવાથી તેમના સંહાર માટે ઈશ્વરે શ્રીકૃષ્ણ અને બુદ્ધ એ રીતે અવતાર ધારણ કર્યા. હાલ કળીયુગમાં એ યુગપુરૂષનું પદ સદગુરૂ ઈમામશાહને પ્રાપ્ત થયું છે.ઈશ્વરી અવતારની જાણ કરી આપવા માટે તેમણે સદ્ ધર્મની સ્થાપના કરી છે. તેમણે સ્થાપન કરેલા યુગધર્મમાં અનેક મહત્વની બાબતોનો સમાવેશ કરેલ છે. સત્ય,ત્રેતા અને દ્વાપર યુગમાં ભકતોનો ઉદ્ધાર દુષ્ટોનો સંહાર અને ધર્મની સ્થાપના કરવા માટે ઈશ્વરના નવ અવતારો થયા.હાલ કળીયુગમાં દશમો અવતાર થવાનો છે પણ તેનો પવન કલીયુગની શરૂઆતથી જ જણાવા લાગ્યો છે.સૂર્યોદય પહેલા પ્રભા ખીલી સંધી પ્રકાશ દેખાય છે તે પ્રમાણે આ પછી જે અવતાર થવાનો છે તેના ઉદય પહેલા સંધી પ્રકાશ દેખાવા લાગ્યો છે અને તેથી સદગુરૂ ઈમામશાહ કહે છે કે ઉગ્યા તેને વંદિયે ‘ માનો તેની આણ ‘ આજ સ્વામીને ઓળખી ‘ તેના કરો વખાણ ‘ જે સમયમાં જે અવતારની સ્થાપના થઈ હોય તે સમયમાં તે અવતારને જ માનવો જોઈએ,નહી તો સૃષ્ટિ નિયમનો ભંગ થઈ તેના માટે આપણને દુ:ખ સોસવું પડશે.એમ નહી હોત તો ઈશ્વરને જુદા જુદા અવતાર લેવાનું શું કારણ હતું ?તેથી હવે થનાર અવતાર સંબધી આપણે જાણવું જોઈએ તેને નમવું જોઈએ.સદગુરૂ ઇમામશાહ કહે છે.દશ હિ અવતાર એક કરી સેવો,પાત્ર દુજા મત જાણો રે. ‘ જેણે નહિ માન્યા તેણે સબ કુછ ખોયા તેને યમકા ફાસારે ‘.આમ આ દસે અવતાર એક જ છે એમ માની અદ્વૈત ભાવથી ભજનારને ભિકતનો લાભ થશે.તેમને નહી માનનારે જાણે સર્વસ્વ ગુમાવ્યું એમ સમજવું.આ રીતે દશે અવતારોને માનવું જોઇએ. પણ જે નવ અવતાર થઈ ગયા તેમનો અધીકાર નષ્ટ થયો છે તેથી આજે જેમને એ અિધકાર સુપ્રત થયેલો છે એવા દસમાં નિષ્કલંકી અવતાર ને જ આપણે ઓળખી તેમની ભકતી કરવી જોઈએ એમ ઈમામશાહએ કહ્ય્યું છે. આ પછી થનારા નિષ્કલંકી અવતાર સંબધી આગમજ્ઞાનનું કથન તેમણે કર્યુ છે. તે આગમ શ્રી દસ અવતાર નામનાં ગ્રંથમાં છે.સદગુરૂ ઇમામશાહએ વિરાટ સ્વરૂપ નામનાં ગ્રંથમાં કહ્ય્યું છે કે જે માણસ જે જે દેવતાની સ્થિર મન થી ભક્તિ કરશે તે માણસ અંતકાળ સમયે તે તે દેવતાઓના સ્થાને જાય છે. ત્યાં તે કંઈપણ નવું કાર્ય કરી શકતો નથી, માત્ર મૃત્યુલોકમાં કરેલા પુયકર્મોનો ઉપભોગ લે છે અને એ પુય ખલાસ થયા પછી માત્ર પાપકર્મો જ તેની પાસે બાકી રહે છે. તે સંચિતથી જીવાત્મા મૃત્યુલોકમાં હલકી યોનીમાં જન્મ લઈ પાપકર્મોના ફળ ભોગવે છે.પણ મૃત્યુલોક એ કર્મભુમી હોવાથી તે અહી પાપ અને પુણ્ય એમ બંને પ્રકારના કર્મો કરી શકે છે. અને તેના સંચિતમાં ઉમેરો થતો જાય છે.તેમા જો તે જીવ એકાદ ક્ષુદ્ર દેવતાની ઉપાસના કરવા લાગે તો ફરીથી ઉપર મુજબ તેનું ચક્ર શરૂ થાય છે અને તે ચક્ર ચોર્યાસી લાખ ફેરા પુરા થતા સુધી થોભતું નથી.તેથી સદગુરૂએ કહ્ય્યું છે કે હે મનુષ્ય તું આ બધી નિકુષ્ટ દેવ દેવતાઓ છોડી દે અને બધાનું આદિ કારણ મૂળ પરબ્રહ્મ પરમજયોતિસ્વરૂપ પરમેશ્વરનું એકલાનુંજ સતત અને દ્ધઢિનશ્ચયથી જીદંગીસુધી પ્રેમથી સ્મરણ કર,તેનીજ ભક્તિ કરી મુક્તિ નો અિધકારી થા.
ૐ એ એકજ અક્ષર બ્રહ્મ સૃષ્ટિ નિમાર્ણ થતા પહેલા એકમાત્ર પરમાત્મા હતો એ સિવાય બીજુ કઈ પણ નહોતું.એ પરમાત્માએ નિશ્ચય કરી આ જગત નિર્માણ કરવાનો નિશ્ચય કર્યો. ઈચ્છા કરી.હું બહુ પ્રકારે બનું એવી ઈચ્છા સબળ બ્રહ્મને થઈ.તૈતિરીય ઉપિનષદ (૨-૬) વગેરે અનેક ઉપિનષદોમાં સૃષ્ટિ નિર્માણ થવાના આજ કારણો આપ્યા છે.ઐતરેયોપિનષદમાં સૃષ્ટિ નીમાર્ણની મૂળ હકીકત આપેલી છે.તેમજ સૃષ્ટિ નિ રચના શી રીતે થઈ એ વિશે સદગુરૂ ઈમામશાહે પણ નકલંકી ગીતા,યોગવાણી,વિરાટ સ્વરૂપ,મૂળબંધ અથવા જડબંધ એ ગ્રંથોમાં વિગતવાર ચોખવટ કરી છે. તેમાં તેમણે પ્રથમ અનંત કલ્પો પૂર્વેની હકીકતનું વર્ણન કર્યું છે તે વખતે આખુંય વાતાવરણ નીલવર્ણ ધધુંકારથી વ્યાપેલું હતું ત્યાં પૃથ્વી નહોતી તેમજ જમીન પાણી આકાશ,સૂર્ય,ચંદ્ર તારા મંડળ વગેરે કશું જ નહોતું.બધેય નીલવર્ણ પસરેલો હતો તે વખતે પરમેશ્વર સાક્ષાત નિરાકાર બ્રહ્મ ૐ કાર સ્વરૂપ મહાનિમર્ળ અને શાંત અને મહાન તેજોમય જયોતસ્વરૂપથી સ્થિર હતા. તેમની પહેલાં શું હતું તે કોઇ પણ જાણી શકતું ન હતું.માત્ર તે વિકારાતીત બ્રહ્મ અનંત કલ્પ અનંત યુગો સુધી યોગિનિદ્રત-ધ્યાનસ્થ હતું.તેણે પોતાના મનમાં સંકલ્પ કરી ચતુર્મુખ બ્રહ્મદેવને ઉત્પન્ન કર્યા પૂણ બ્રહ્મદેવને પણ અનંત કલ્પો સુધી કશી જ ખબર ન પડવાથી તે ગુંચવાડામાં પડયા તેમણે આંખો મીચી ધ્યાન ધર્યુ ત્યારે ઈશ્વરના તેમને દર્શન થયા.તેથી તેમને આત્મજ્ઞાન થયું.ત્યારે પરમાત્માએ બ્રહ્મદેવને સૃષ્ટિ નિર્માણ કરવા કહ્ય્યું. પણ તે વખતે ચોતરફ ઘોર અંધકાર હોવાથી બ્રહ્મદેવે પ્રકાશની માંગણી કરી.તેમણે કહ્ય્યુ પ્રકાશ સિવાય બધી રચના મીથ્યા અને નિરર્થક થશે.
પરમેશ્વરે કહ્ય્યુ કે પ્રકાશ માટે તું મારી સ્તુતિ કર. એ મેળવવા માટે આ જ એકજ ઉપાય છે.બ્રહ્મદેવે કહ્ય્યુ હે પરબ્રહ્મ પરમેશ્વર, તું નિરંજન નિરાકાર છે. તને કશી જ ઉપમા આપી શકાય તેમ નથી તેથી નિરૂપમ નિરૂપાધીક એવી તારી સ્તુતિ હું શી રીતે કરૂં ? આવા સંકલ્પ વિકલ્પમાં બ્રહ્મદેવ હતા. તે જોઈ પરમેશ્વર બોલ્યા બુધ્ધિ મા જ્ઞાનરૂપી આનંદ આવે એટલે એજ બ્રહ્મ એનું વર્ણન એજ મારી સ્તુતિ અથવા ગુણગાન છે. બ્રહ્મદેવે આ મહાવાકયનું યથા શિકત વર્ણન કરવાથી તે ધોર અંધકારમાં અજવાળું આવ્યું.એટલે ત્યાં રકતવર્ણ લાલ પ્રકાશ થયો તેથી આ સ્તવનનું નામ ઋગ્વેદ પડયું. સ લાલ પ્રકાશમાં જરાપણ પ્રકાશ નહોતો કે જેમાં સૃષ્ટિ નો કાર્યક્રમ ચાલુ રહે. તેથી બ્રહ્મદેવની પ્રકાશ સંબંધેની ઈચ્છા અશાંત રહી એટલે ઈશ્વરે તેને ફરીથી કહ્ય્યુ (હું બ્રહ્મ છું) આ વાકયનું વર્ણન કરવાથી વાતાવરણમાં વિશાળ (યજુરતા) દેખાય.આમ રંગ બદલવાથી પ્રથમના લાલ રંગ કરતા આ વિશાળપણાથી પ્રકાશની છટા વધી તેથી એ સ્તવન નું નામ યજુર્વેદ પડયું.
આ પીળાશ જેવા પ્રકાશમાં જોઈએ તેટલું અજવાળું નહી હોવાથી બ્રહ્મદેવની ઈચ્છા અર્પૂણ રહી તેથી તેમણે પ્રકાશ માટે ફરીથી ઈશ્વર પાસે પ્રાર્થના કરી ઇશ્વરે (તે બ્રહ્મ તું છે) એ મહા વાકયનું વર્ણન કરવા આજ્ઞા આપી.બ્રહ્મદેવ તત્વમસીનું યથાશિકત વર્ણન કર્યું તેના લીધે પ્રથમ કરતા આ પ્રકાશ વિશેષ અંશથી દેખાવા લાગ્યો આ વર્ણનનું નામ સામવેદ પડયું. બ્રહ્મદેવે પૂર્ણ પ્રકાશની અભીલાષા ઈશ્વર આગળ વ્યકત કરી.
બ્રહ્મદેવને સંતાષિત કરવા ઈશ્વરે (આત્મા એજ બ્રહ્મ છે) આ મહાન વાકયનું વર્ણન કરવા કહ્ય્યું.એ પ્રમાણે કરતા જ વાતાવરણમાં બધેય પ્રકાશ જ પ્રકાશ દેખાવા લાગ્યો. તેથી આ વર્ણનને અથર્વવેદ એવું નામ પડયું.આ પ્રમાણે ચારે વેદોની ઉત્પિત થઇ એવું પ્રાચીન સાહિત્ય ઉપરથી દેખાય છે.વેદ ઉત્પિતના આ ચારે પ્રકારના રંગ હાલ સુધી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે દેખાય છે અને મહાપ્રલય સુધી તે જ પ્રમાણે દેખાયા કરશે. ત્યાર પછી ઇશ્વરે પોતાની યોગમાયાથી બ્રહ્મદેવને સૃષ્ટિ ની રચના કરવા કહ્ય્યું, અને બોલ્યા જગતમાં તુ સદ્ગુરૂ રૂપે છે તને જાયા સિવાય કોઈપણ ભકતને મારા અવ્યકત સ્વરૂપનો સાક્ષાત્કાર થશે નહી. એમ બોલી ભગવાન અંતર્ધાન થયા.પછી બ્રહ્મદેવે કેટલાય યુગોસુધી તપશ્ચર્યા કરી અને પછી સૃષ્ટિની રચના કરવા શરૂઆત કરી.એ રચના તોતેર યુગો સુધી ચાલી ત્યારે સૃષ્ટિની ચોર્યાસી લક્ષ જીવ યોની નિમાર્ણ થયું.આમ સૃષ્ટિ રચનાની વિગતવાર હકીકત સદગુરૂ ઈમામશાહે ઉપરના ગ્રંથોમાં કથન કરી છે.આથી તેમનું નિગમજ્ઞાન કેટલું પ્રખર હતું તે દેખાય આવે છે.સૃષ્ટિની અનાદિકાળથી બ્રહ્માંડની ઉત્પિત, ચંદ્ર,સૂર્ય, તારા,ગ્રહ, સપ્તપાતાળ, મુત્યુલોક, સ્વર્ગલોક, ઉધ્વલોક વૈકુંઠધામ વિગેરેની ઉત્પિત શી રીતે થઈ અને એ દરેક ઠેકાણે ક ઈકઇ વસ્તી છે, ત્યાંના પ્રાણી કેવા છે,તેમના આચાર વિચાર કેવા છે,મુત્યુલોકના કયા જીવાત્માઓ તે ઠેકાણે જાય છે વગેરે બધી માહિતી તેમણે જાણી લખી રાખી છે.જે રીતે સદગુરૂ એ નિગમ (અનાદિકાળથી) પ્રાચીન હકીકત કહી છે તેજ પ્રમાણે તેમણે હાલ ચાલુ છે તે કળીયુગમાં હવે પછી શું થશે તે આગમ માહિતી પણ આપી છે.
આગમવાણી
આ કિળયુગમાં અધર્મ શી રીતે ફેલાશે તે સંબધનું વર્ણન નીચે મુજબ કર્યુ છે.પાપ,કલહ,હિંસા ,વિશ્વાસઘાત, વગેરે બધા અનર્થો દુનિયામાં ચોમેર ફેલાશે.બ્રાહ્મણક્ષત્રીય વૈશ્ય શૂદ્ર એ ચાર વર્ણોમાં એકાકાર થશે અને લોકો દુ:ખી થશે.પોતાના કુળના આચારો છોડી આચારભ્રષ્ટ અને શીલભ્રષ્ટ થશે.મનુષ્યની માનવતા,શુદ્ધ આચારિવચાર વગેરે નષ્ટ થશે અને લોકો ક્રિયાભ્ર્સટ થશે.કર્મકાંડી કહેવડાવનારા લોકો ધર્માચરણ છોડી ધર્મની અને ભકતોની નિંદા અવગણના કરશે.જુદી જુદી જાતોમાં એકંકાર થશે વિવાહ વિગેરેના મંગલિવિધમાં ભંગાણ પડશે અને તે નાશ પામશે.સતી,પિતવ્રતા,કુળવાન અને શીલવાન સ્ત્રિયોક્રીયા ભ્રષ્ટ અને શીલભ્રષ્ટ થશે.રાજાઓ પ્રજાને રંજાડશે.પ્રજા પણ તેવી જ થશે.યિત સાધુ વિગેરે પણ પોતાના કર્મો છોડી અધર્મી,કામી અને ક્રોધી થશે.પિતાકન્યા, માતા-પુત્ર અથવા કન્યાનો આચાર સાસુ-સસરા સાથે જમાઈનો આચાર એ બધું વિપરીતપણે થશે અને દુનિયામાં સર્વત્ર પાપાચરણ થશે.આવા પાપાચરણથી વાતાવરણમાં ફેરફાર થઈ કાળચ્રક બદલાશે એટલે અકાળે વર્ષા થશે.અગર દુકાળ પડશે, અનાજ ઓછું પાકશે.વૃક્ષને સારા ફળો આવશે નહીં,તે ફળફુલ વિહોણા થશે.અનાજ અને ફળમાના રસકસ નિકળી જશે,અને સત્વ વગરનું અનાજ ખાવા મળશે,તેથી લોકો માંસાહારી,વ્યસની,દુષ્ટ,અન્યાયી,નિર્બળ નિસ્તેજ અને ક્રોધી બનશે.અનાચાર વધશે,તીર્થસ્થળોનું મહત્વ ઘટશે,રિદ્ધી સિદ્ધી વગેરે થંભી જશે.સમુદ્ર,નદી,તળાવના પાણી સુકાઈ જશે.સૂર્યની ઉષ્ણતા વધશે,મોટા મોટા ગામો ઉજજડ થશે,ધરતીકંપ થશે,આગો લાગશે,ચેપીરોગો ફાટી નીકળશે.આ રીતે કાળચક્રમાં ફેરફાર થશે.એમા પણ ભારત દેશના ઉતરે આવેલ ચીન દેશમા કાલિંગા નામનો રાક્ષસ અવતરશે.તપશ્ચર્યાના જોરે તે રાવણ જેવો પ્રબળ પ્રમત ક્રૂર ઢોંગી અને બેઈમાન થશે.એમના પોતાન હાથ નીચેના મુખ્ય મુખ્ય શિષ્યોને તે દેશ વિદેશ મોકલી પોતાનું મહત્વ વર્ણવાનું કહેશે.એ શિષ્યો અનેક ખટપટો કરી,ચમત્કાર કરી બતાવશે.લોકોને તે કહેશે કે અમો તીર્થવાસી છીએ બધા તીર્થોના મિહમા અમારી પાસે છે.પાણી મંતરી તેનું ઘી કરી બતાવશે.લાકડાના ઘોડાને ઘાંસ ચખાડશે.કાલીંગોં દૈત્ય પોતે અત્રંગી આસન ઉપર બેસશે.સાત પેઢીના મા બાપ દેખાડશે.લોકોની મનોકામનાઓ પૂરી કરશે,નદીમાં કેનાલો ખોદી પાણી વહેવડાવશે.નદીના પાત્ર પલટાવશે.દાનવોને દેવ ગણશે.અત્યાચારી બની સજજનોનું પાિવત્ર્ય બગાડશે. આ રીતે લોકોને પોતાની માયાજાળમાં ફસાવી પોતાની સતા પ્રસ્થાપિત કરશે. સાચા ભકતો માટે આ કસોટીરૂપ છે. પોતાનું ઈમાન કાયમ રાખી જે દ્રીઢ નિશ્ચયથી પરમેશ્વરનું નિષ્કલંકી નારાયણનું ભજન શરૂ કરશે,નામસ્મરણ છોડશે નહી તેજ રાક્ષસોથી અલિપ્ત રહેશે અને સાચો ભકત કહેવડાવશે આવા ભકતોને દુષ્ટ લોકો પજવ્યા વગર રહેશે નહી વગેરે આગમજ્ઞાન સદગુરુ ઈમામશાહે વર્ણવ્યું છે.પૃથ્વી ઉપર પાપનો ભાર વધશે તે ઉતારવા માટે કે હલકો કરવા માટે ઈશ્વરને અવતાર લેવો પડશે.પંચનદી મૂળસ્થાન ઉપર દેવ દાનવની એટલે નિષ્કલંક નારાયણ અને કાલીંગા રાક્ષસ વચ્ચે લડાઈ થઈ ઈશ્વર દાનવને મારી નાંખી પૃથ્વી ઉપરનો પાપનો ભાર દૂર કરશે અને ચીન દેશનો જલપ્રલય થવા માટે સમુદ્રમાં ડુબાડશે. આગમવાણીનામના ગ્રંથમાં સદગુરુ એ આ પ્રમાણે જણાવ્યુ છે.આ ઉપરથી આપણને તેમના અગાધ આગમ જ્ઞાનનો ખ્યાલ આવી શકશે.આ સતપંથ યુગેયુગથી ચાલતો આવેલો છે તે આજ કાલનો નથી પણ અનાદિ કાલથી ચાલતો આવ્યો છે.સનાતન છે અને તેજ સત્માર્ગ સદગુરુ એ આપણને બતાવ્યો છે.ઈમામશાહે બતાવેલા સત્પંથમાં મોટે ભાગે સત્યનો જ સમાવેશ છે.પરબ્રહ્મના આ સત્યસ્વરૂપને જ ઈમામશાહે સત્ નામ આપ્યું છે. આ સત્ને ઓળખવાનો જે માર્ગ તેજ સત્પંથ છે.
કળશપૂજા અને યુગધર્મ
કૃત,ત્રેતા,દ્રાપર અને કિલયુગમાં ધર્મનું સ્વરૂપ જે તે યુગ ધર્મ પ્રમાણે જુદુ જુદુ હોય છે. આ ઉક્તિ મુજબ સદગુરુ ઈમામશાહે ચતુર્યુગનો જે યુગધર્મ બતાવ્યો છે તે ટૂંકમાં નીચે પ્રમાણે છે.
કૃતયુગમાં ઋગ્વેદ પ્રધાન હોવાથી તમામ ધર્માચાર ઋગ્વેદ મુજબ થતા ઋગ્વેદનો વર્ણ લાલ છે તે વખતે ઉતર દીશા મહત્વની માનવામાં આવતી હતી તેથી લોકો ઉતર તરફ મોઢું રાખી ઋગ્વેદી ગાયત્રી મંત્રનો જાપ કરતા.કૃત યુગમાં સદગુરુ બ્રહ્મદેવ સૃષ્ટિ ગુરુ હતા અને ભકત પ્રલ્હાદ હતો.સુવર્ણનો પાટ એટલે કે સિહાસન સ્થાપન કરી તેના ઉપર સુવર્ણ કલશ મુકવામાં આવતો અને ઋગ્વેદી મંત્રમુજબ ઘટપાટ પૂજા અને યજ્ઞિવિધ કરતા.સત્પંથમાં આ ઘટપાટ પૂજા વિધીનો ખાસ કરીને સમવેશ છે.કારણ ઘટને ઠેકાણે બધા દેવીદેવતાઓનો વાસ છે.કલશ સ્થાપનના મંત્રમાં કહયું છે કે કલશના મુખસ્થાને વિષ્ણુ,કંઠસ્થાને શિવ,મૂલસ્થાને બ્રહ્મદેવ છે.મધ્યભાગે માતૃગણ રહેલા છે.તેમની કુકમાં એટલે અંદર સપ્તસમુદ્ર સપૃદ્રીપોસહ પૃથ્વી,ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ પોતપોતાના અંગોસહ રહેલા છે.અહીં શાંતી અને પુસ્ટી દાયક ગાયત્રી સાવિત્રી તે પાપનાશક દેવતા પૂજા માટે આવે છે.ગંગા,યમુના, ગોદાવરી,સરસ્વતી ,નર્મદા,સિંધુ ,કાવેરી આ જળમાં આવી સ્થિત રહે.વરૂણને નમસ્કાર હો.ગંધાક્ષતા સુંગધી ફૂલો એમને અર્પણ કરૂં છું એમ કહી ફૂલો કલશને ચડાવવા.અંદરનું જળ તુળસીપત્રથી અથવા આચમનીથી પૂજા સાહિત્ય ઉપર છાટવું.આ પ્રમાણે કલશપૂજા એટલે વરૂણદેવની સ્થાપના કરી લોકો જયોતિ સ્વરૂપનું ધ્યાન કરતા અને તે વખતે શરીરમાં વાયુતત્વનો ભાગ વધુ પ્રમાણમાં હોવાથી લોકો મૃતદેહને જંગલમાં છોડી દેતા તેથી એ વાયુતત્વમય દેહ વાયુમાં વિલીન થતો.એ શરીરની જરાપણ દુર્ગધ આવતી નહી.આ રીતના અંતેષ્ટિ સંસ્કારને વનદાગ કહે છે.આ રીતનો યુગધર્મ કૃતયુગમાં પાળવામાં આવતો.ત્યાર બાદ ત્રેતાયુગમાં મહિર્ષ વશીષ્ઠ એ સદગુરુ યુગગુરૂ હતા. તેમણે બતાવેલો યુગધર્મ ટૂંક માં આ પ્રમાણે છે.યજુર્વેદ પ્રમાણભૂત અને પૂર્વિદશા મહત્વની છે તેથી પૂર્વિદશા તરફ મ્હોં રાખી લોકો યજુર્વેદી ગાયત્રી મંત્રનો જાપ કરતા.ચાંદીના સિહાસન ઉપર ચાંદીના કલશની સ્થાપના કરતા.યજુર્વેદી મંત્ર પ્રમાણે જાપ કરતા.તે વખતે રામાવતાર પ્રમુખ હોવાથી શ્રીરામનું નામસ્મરણ થતુ.મહિર્ષ વશીષ્ઠ યુગગુરૂ અને ભકત રાજા હરીચંદ્ર હતો.રવીવારના દિવસે ચૌદસ હોય તો અનંત ચતુર્દશીનું વ્રત મહત્વનું માનવામાં આવતું.ત્રેતાયુગમાં શરીરમાં જલતત્વ વધારે હોવાથી મૃતદેહનું પાણીમાં વિસર્જન કરતા તેથી દેહ પાણીમાં વિલીન થતો.આ અંતેષ્ટિ વિધીને જલદાગ કહેતા ત્રેતાયુગમાં આવો યુગધર્મ આચરણમાં હતો. પછી દ્રાપરયુગમાં વેદમૂર્તિ વ્યાસ એ યુગગુરૂ હતા.તેમણે દ્રાપરયુગનો જે યુગધર્મ બતાવ્યો તપ આ પ્રમાણે હતો. સામવેદને દિક્ષણ દિશા મહત્વની હોવાથી દિક્ષણ તરફ મ્હોં રાખી લોક સામવેદી ગાયત્રી મંત્રનો જાપ કરતા. તાંબાનાં સિહાસન ઉપર તાંબાનો કળશ સ્થાપી સામવેદી મંત્ર મુજબ ઘટપાટ પૂજાવિધીથી જયોતિસ્વરૂપ ધ્યાન કરી કૃષ્ણ અવતારનું નામસ્મરણ કરતા.સદગુરુ વ્યાસ એ યુગગુરૂ અને પાંડવ એ ભકત હતા. સોમવતી અમાસના વ્રતનું પાલન કરવું શ્રેષ્ઠ મનાતું.શરીરમાં અિગ્નતત્વ વધારે હોવાથી મૃતદેહને ચંદનના લાકડાથી અગ્નિદાહ કરતા.બળતી વખતે એ દુર્ગંધી રહેતી નહી.આ અંતેષ્ટિ વિઘીને અગ્નિદાહ કહે છે. આમ દ્રાપર યુગનો યુગધર્મ હતો.કૃતયુગમાં બ્રહ્મદેવે જે યુગધર્મ કહયો તેમાં પરિસ્થતી મુજબ થોડો ફેરફાર કરી યુગગુરૂ વશીષ્ઠે ત્રેતાયુગનો ધર્મ કહયો અને ત્યાર પછી તેમાં પણ સમય મુજબ ફેરફાર કરી દ્રાપરયુગમાં વેદમૂર્તિ વ્યાસજીએ કહયો અને તેમાં પરિસ્થતીનુસાર ફેરફાર કરી કલીયુગમાં સદગુરુ ઈમામશાહ મહારાજએ યુગધર્મ કહયો તે નીચે પ્રમાણે છે.કલીયુગમાં અથર્વવેદ, પ્રમાણભૂત માન્યો છે જે સર્વવેદોમાં શ્રેષ્ઠ છે.અથર્વવેદનો યોગ તે યજ્ઞપુરૂષનું મસ્તક છે.એટલે તે યોગ શ્રેષ્ઠ અને મહત્વનો છે. ઋગ્વેદનો ભાગ તેનું ગળું અને ભુજા વચ્ચેનું અંગ છે. સામવેદથી યજ્ઞપુરૂષનું હ્યદય અને પાછલો ભાગ નિમાર્ણ થયેલ છે.આ પછી બાકી રહેલો ભાગ યજુર્વેદનો છે. તે દ્રારા યજ્ઞપુરૂષનું પેટ તે ઉપરનો ભાગ કિટપ્રદેશ,જંઘા અને ચરણ વિગેરે શેષ શરીરની ક૯પના કરવામાં આવી છે. તે દિવ્યરૂપ અને માયાયુકત પુરૂષ અગર અશીનાશી તુરીય પદેથી પ્રગટ થયેલ છે.આથી યજ્ઞપુરૂષનું મસ્તક જેનાથી બન્યું છે, જેમાં વિશિષ્ટ પ્રકારનો ધ્યાનયોગ કહેલો છે તે આ અથર્વવેદ છે.અથર્વવેદનો મૂળ અર્થ એવો છે કે અથર્વા એટલે નિશ્ચળ. થર્વ એટલે ચંચળતા. જીવાત્માની ઈન્દ્રીયો ચંચળ હોય છે પણ તેનાથી પણ મન અિત ચંચળ હોય છે. આ ચંચળ મનને નિશ્ચળ બનાવવાની અને હ્ય્દયમાં આત્માનો શોધ લેવાની વિદ્યા જેમાં કહી છે તે જ અથર્વવેદ.તેને બ્રહ્મવેદ એમ પણ કહે છે.આવો અથર્વવેદ કળીયુગમાં પ્રમાણભૂત માનવામાં આવ્યો છે. અને તેથી જ સદગુરુ ઈમામશાહ મહારાજે આ અથર્વવેદથી જ આપણને શ્રેષ્ઠ એવો ઘટપાટ પૂજાવિધિ બતાવ્યો છે. આ વિધિ કરવામાં જે મંત્ર બોલાય છે તે બધાયમંત્ર અથર્વવેદ ઉપરથી જ ઈમામશાહમહારાજે કરેલા છે. પૂજા વિધિના સમયે ઘટપાટની સ્થાપના કરી ચોખ્ખા ઘીની ત્રણ જયોત કરવી.આ ત્રણ જયોતિ રજ,સત્વ,તમ આ ત્રણ ગુણોના અનુક્રમે બ્રહ્મા,વિષ્ણુ,મહેશ દેવતાના પ્રતીકરૂપે છે.પૂજાના વખતે આ ત્રણ જયોતિની ધ્યાનધારણા કરી ગુરૂ પાસેથી મળેલા મંત્રથી સ્મરણ કરી મનમાં ત્રણે જયોતિ એક સાથે જોવી.આ પ્રમાણે એકરૂપ થવાથી સત્વ,રજ,તમ એ ત્રણ ગુણના બદલે એક જ શુદ્ધ સત્વાંશ ગુણ રહે છે તેજ પ્રણવરૂપે પૂર્ણ પરબ્રહ્મ છે. અને તેનુ જ દર્શન થાય છે. સાક્ષાત્કાર થાય છે.તે જ સત્ તેજ પ્રણવસ્વરૂપ એટલે ૐ એ પૂર્ણ અક્ષર બ્રહ્મથી ઓળખાય છે.ૐ કાર જ પરમાત્માની પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ માર્ગ છે.સર્વશ્રેષ્ઠ સાધન છે.આ પરમ રહસ્ય જાણી શ્રદ્ધા અને પ્રેમથી જે પરમતત્વ ઉપર નિર્ભર રહે છે તેને પરમેશ્વરની પ્રાપ્તિ ખાત્રીથી થાય છે.ઈમામશાહ મહારાજે કહયું છે કે પરમાત્મા પરમશાંત અને અદ્વૈત છે. અને એને એકાગ્ર કરી પરબ્રહ્મનુ એટલે જ જયોતિસ્વરૂપનું નિત્ય ધ્યાન ધરવું કે જેથી તેને હજારો સૂર્ય જેવા તેજસ્વી પરમસુખદાયી એવા પરમેશ્વરનું દર્શન થશે. પરમિવશુદ્ધ જયોતિમાં તેની આત્માજયોત એકરૂપ થઈ માણસ લક્ષચોર્યાશીના ફેરામાંથી મુકત થશે.આ પ્રમાણે પરમાત્મા સાથે તદ્રપ થવું એ જીવનનું આદ્યકર્તવ્ય છે.તેની પૂર્તિ માટે શ્રેષ્ઠ શ્રદ્ધા હોવી જોઈએ.સત્યવસ્તુ ઉપરની શ્રદ્ધા શુભ ફળ આપનારી હોય છે.આ પ્રમાણે અથર્વવેદના મંત્રમાં એક મહાન દિવ્ય શક્તિ છે અને ઘટપૂજા વિધી અથર્વવેદના જ મંત્રથી જ થાય છે તેથી દિવ્યશિકત ભરેલા મંત્રથી પૂજાના સ્થળે અંતિરક્ષના અનંત કરોડી દેવીદેવતાઓનું આવાહન કરવામાં આવે છે.

ગુજરાતમાં સતપંથ સનાતન ધર્મ સ્થાપનાર શ્રી સદગુરુ ઇમામશાહ મહારાજનો પરિચય

સતપંથ ધર્મ અનાદિ કાળથી ચાલતો આવેલો છે તેનુ અંતરંગ એક જ હોય છે. માત્ર તેનું બ્રહ્મસ્વરૂપ પિરિસ્થતી મુજબ દરેક વખતે બદલાય છે.સત્યુગમાં બ્રહ્મદેવે સ્થાપના કરેલો સતપંથ યુગધર્મ ત્રેતાયુગમાં તે વખતની પિરિસ્થિત પ્રમાણે ફેરફાર કરી વસિષ્ઠ મુની એ જગતમાં આગળ મૂકયો અને વ્યાસજીએ દ્રાપરયુગનો સતપંથ ધર્મ તે યુગ પ્રમાણે ફેરફાર સાથે મૂકયો.હાલ કળયુગમાં એ જ સતપંથ યુગધર્મ પરિસ્થિતિ મુજબ યોગ્ય ફેરફાર કરી યુગગુરૂ શ્રી ઇમામશાહ મહારાજે આ કળયુગમાં દુનિયા આગળ મૂકયો છે.આ રીતે સત્યુગ, ત્રેતાયુગ, દ્રાપરયુગમાં જગતનાં ઉધ્ધાર
માટે અનુક્રમે સદગુરૂ બ્રહ્મા,અમરતેજ, વસિષ્ઠમુની અને વ્યાસજી જે તે યુગમાં સદગુરુ થઇ ગયા.તેમ કળીયુગમાં સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ અવતર્યા છે અને એમના જીવનચિરત્ર વિશે શકય એટલી માહીતી આપીએ છીએ.ઇ.સ. ૧૪૪૦ નાં સમયમાં પંજાબના ઉચમૂલસ્થાન એટલે જ મૂલતાન ગામે શ્રી ઇમામશાહ મહારાજનો જન્મ થયો તે વખતે આ કૂળ દરેક રીતે આગળ પડતું સુશિક્ષિત અને સંસ્કારી હતું. વર્ષોથી તે કુળના લોકોને ધર્મ અને વેદશાસ્ત્રની સારી એવી માહીતી હતી.લોકોને ધર્મ ઉપદેશ કરી તેમને સન્માર્ગે લાવવા એ તેમનું મુખ્ય કામ હતું તે માટે તેઓ ગામેગામ ફરતા રહેતા તેમના દાદાનાં સમયથી તેઓ મૂલતાન ગામે રહેવા લાગ્યા અને પછી તે ભાગ્યશાળી પુરૂષના ઘેર ઇમામશાહ નામ ધારણ કર્યુ. સદગુરુ ઇમામશાહ મહારાજને ચૌદ વિદ્યાનું જ્ઞાન અને આત્મજ્ઞાન જન્મથી જ હતું ચારે વેદોનું પણ સંપૂર્ણજ્ઞાન હતું. પરંતુ લોકરીતી મુજબ તેમના પાલકપિતાએ તેમને નિશાળમાં ભણવા મોક૯યા. ઇ.સ. ૧૪૪૮ સાલની વાત છે. એક દિવસ પિતાપુત્ર બેઠા હતા ત્યારે તેમના પિતાએ શ્રી ઇમામશાહ મહારાજને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ ગુજરાતના લોકોને આપવા માટે જવાની રજા આપી.મુસાફરી માટે એક રથ જેવી બળદગાડીની સવારી અને સેવા માટે પોતાના પરમ શિષ્ય હાજરવીરને પણ તેમની સાથે મોક૯યા.પીતાની આજ્ઞાનું પાલન કરવા સદગુરુ શ્રી ઇમામશાહ મહારાજ પોતાન સેવક (હાજરવીર) સાથે ગુજરાત જવા નીક૯યા તે વખતે તેમની ઉંમર માત્ર આઠ વર્ષની હતી. સંવત ૧૫૧૫ ના કારતક વદ એકમનાં દિવસે સદગુરુ ઇમામશાહ મહારાજ હાજરવીર સાથે ડાંગપ્રદેશમાં જવા નીક૯યા ડાંગ પ્રદેશમાં ગીચ જંગલ અને મોટા કોતરો હતા તેથી ત્યાંથી જવુ જોખમી હતું ઇમામશાહ મહારાજે હાજરવીરને રથ ધીમે ચલાવવા કહયું. રથ એક કોતરમાં ઉતરવા લાગ્યો રસ્તો ભયંકર હતો અને દેખાતો પણ ન હતો હાજરવીર રસ્તો શોધવા ફાંફાં મારતા હતા એટલામાં એક લૂંટારો નજીક આવતો દેખાયો હાજરવીર ગભરાયા સદ્ગુરૂએ તેમને ધીરજ આપી સદગુરુ ના કપડા અને પોષાક જોઇ લૂટારાને લૂટવાનું મન થયું અને ધનુષ્યબાણ ચડાવી દોરીખેંચી સદગુરુએ ગભરાયા વગર અદ્ગશ્ય બંધનથી લૂટારાનાં હાથપગ બાંધી દીધા આ જોઇ લૂટારો ખૂબ ગભરાયો હવે જો આવી જ દશા આખી જીદંગી રહેશે તો મારા પરીવારનું ભરણપોષણનું શું થશે આ વિચારથી જ એ થરથરવા લાગ્યો આ લૂટારાનું નામ નાયો હતું.સદગુરુ દયા આવી અને બંધન ઢીલા પાડયા અને નાયો સદગુરુ પાસે જઇને દંડવત પ્રણામ કરવા લાગ્યો ત્યારે સદગુરુ બો૯યા નાયા આ પાપનું કામ શા માટે કરે છે.નાયો કહે છે કે મારા પરીવારનું ભરણપોષણ કરવા માટે કરૂં છું ત્યારે સદગુરુએ કહયું કે મહેનત મજુરી કરીને પણ પરીવારનું ભરણપોષણ કરી શકાય છે તો આ પાપ કર્મ શા માટે કરે છે.સદગુરુએ કહયું કે તારા પરીવારને પૂછી આવ કે આ પાપકર્મમાં તમે મારા ભાગીદાર થશો ખરાં? ત્યારે માંબાપ,છોકરા,પત્નીએ પણ ના પાડી દીધી. પછી નાયો નીરાશ થઇ સદગુરુ પાસે આવ્યો અને કહે છે. આ પાપકર્મથી મને બચાવો સદગુરુએ નાયાના મસ્તક પર હાથ મૂકીને પૂર્વજન્મની યાદ કરાવી અને નાયો ચોંકી ઉઠયો ને બો૯યો મારા પૂર્વજન્મમાં કરેલા ઘોર પાપનું ફળ ભોગવું છું.નાયો હાથજોડી સદગુરુ કહે છે મને હવે આ પાપ કર્મથી બચાવી લો.ત્યારે સદગુરુએ સતપંથ ધર્મનો ઉપદેશ આપ્યો અને કહયું કે હવે ગામે ગામ ફરીને આ સતપંથ ધર્મનો પ્રચાર કર એટલું કહી સદગુરુ આગળ રવાના થયા અને ચાંળોદ થઇ અવાખલ (જી- વડાદરા) ગામે જઇ આજુબાજુનાં લોકોને સતપંથ ધર્મનો ઉપદેશ આપી આગળ ગયા આ તરફ નાયાને ૧૨ વર્ષનાં તપથી અને સદગુરુ નિ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું પછી ગામેગામ તેઓ સતપંથધર્મનાં ઉપદેશ માટે ફરવા લાગ્યા.ફરતા ફરતા તેઓ ચરોતર જીલ્લાનાં વસો ગામે જવા નીક૯યા વસો ગામમાં કેશવલાલ નામનાં એક શ્રીમંત અને નીતિવાન ગ્રૃહસ્થ રહેતા હતા. એમને ત્યાં સદગુણી અને સંસ્કારી પુત્ર હતો એનું નામ ભાભારામ હતું. થોડા સમય પછી ભાભારામનાં માતાપીતા મુત્યું પામ્યા તેથી બધી જવાબદારી ભાભારામ પર આવી પડી હતી તે પોતાના પીતાની જેમ જ તીવ્ર બુદ્ધિસાળી અને ધાર્મિક વૃતિનોવાળો હતો.તેણે કાશીક્ષેત્રે એક ધર્મશાળા બંધાવી ત્યાં અન્નક્ષેત્ર શરૂ કર્યું.જેની નિશાની આજે પણ છે.એક દિવસ ભાભારામ દેવા ગામે ગયા ત્યાંથી વસો ગામ પાછા ફરતા હતા રસ્તામાં નાયાકાકાનો મેળાપ થયો સંતમહાત્મા ગમે ત્યાં અને ગમે ત્યારે ગમે તે વેશે હોય તો પણ તેમના તપોબળની સુવાસ છાની રહેતી નથી.સદગુરુ સંપર્કથી સંતનાયાકાકા પરમ પદે પહોંચેલા એક મહાન પુરૂષ હોવાથી તેમના દર્શનથી ભાભારામને પૂર્વજન્મનું જ્ઞાન થાય છે. અને પોતાના વાહનમાંથી ઉતરી નાયાકાકા પાસે જાય છે. ત્યારે નાયાકાકાએ ભાભારામને કહે છે કે હું એક પરલોક પંથી છું સન્માર્ગ ભૂલી હું આડે માર્ગે ચઢી ગયો હતો પણ સદગુરુ ઇમામશાહ મહારાજનાં દર્શનથી અને સતપંથના ઉપદેશથી સારા માર્ગ ઉપર આવ્યો છું એમ સંત નાયાકાકાએ કહયું પછી ભાભારામ મહારાજ નાયાકાકાને પોતાના ઘરે લઇ ગયા.ધણા દિવસ સુધી બન્ને વચ્ચે સત્સંગ અને ધર્મ વિષે ર્ચચા વિચારણા થઈ પછી નાયાકાકાએ શ્રી સદગુરુ ઇમામશાહ મહારાજે જે સત્પંથધર્મનો ઉપદેશ આપેલો તે કહયો નાયાકાકાએ સદગુરુ ના સ્મરણથી ભકત ભાભારામના માથા ઉપર હાથ મૂકયો હાથ મૂકતાં તરત ભકત ભાભારામને પોતાના પૂર્વજન્મની સ્મૃતિ થઇ તેમને હવે સદગુરૂના દર્શનની તાલાવેલી લાગી મને જલદી સદગુરૂના દર્શન કરાવો ભકત ભાભારામની સ્થિતિ જોઇ નાયાકાકાએ દિલાસો આપતા કહયું શાંત થાવ ચિંતા ના કરો હું પાપ કરનારો હોવા છતાં કેવળ તેમના દર્શનથી પિવત્ર થયો છું તમે તો ધર્મકાર્ય કરો છો માટે આપ મારી સાથે ચાલો આ તરફ ઇમામશાહમહારાજ ઓસાવર,જૂનાગઢ,ઘોઘા,ખંભાત,પંચમહાલ,પાવાગઢ,ચાંપાનેર અને વડોદરા થઇ દેવા ગામે આવ્યા હતા એ વાત નાયાકાકાએ અંતરજ્ઞાનથી જાણી તેમણે ભકત ભાભારામને કહયું તમારે જો સદગુરૂનાં દર્શન કરવા હોય તો હાલ દેવામાં છે.આ સાંભળી ભાભારામને ઘણો આનંદ થયો બંન્ને જણા દેવાગામે જવા નીકળ્યા સદગુરૂનાં મુકામે પંહોચ્યા ત્યાં તો અંતરયામી સદગુરૂ મહારાજ સામેથી મળવા આવ્યા નાયાકાકા અને ભાભારામ મહારાજ સદગુરૂને પગે લાગ્યા સદગુરૂએ તેમને દ્રઢ આલિંગન આપ્યું.સદગુરૂ ઇમામશાહ મહારાજે ભકત ભાભારામને મોક્ષમાર્ગ સંબંધી જ્ઞાન આપ્યું તેથી તેમનું મન સ્થીર થયું પછી તેઓ સદગુરૂની આજ્ઞા લઇ તપશ્વર્યા કરવા વનમાં ગયા નાયાકાકા પણ સતપંથનો ઉપદેશ આપવા માટે દેશદેસાવર નીકળી ગયા. આ તરફ સદગુરૂ ઇમામશાહ મહારાજ ફરતા ફરતા ગીરમથા ગામે આવી પહોંચ્યા આ ગામ અમદાવાદથી માત્ર ૧૫ માઇલ દૂર છે.ગીરમથા ગામમાં એક સૂકાભથ તળાવની વચોવચ પડાવ નાંખી ત્યાં તંબુ બાંધી રહયા અને હાજરવીરને ગામમાં પટેલ પાસે બળદ માટે ઘાસચારો લેવા મોક૯યા પટેલે હાજરવીરને કહયું કે અમારા પ્રદેશમાં સાત વર્ષથી દુકાળ પડયો છે એટલે ઘાસચારાની તંગી છે માટે તમને ઘાસચારો કયાંથી આપીએ ! જો સદગુરૂની કૃપાથી વરસાદ વરસાવી શકતા હોવ તો ઘાસ મળશે એવું પટેલે હાજરવીર ને કહયું આ પછી ચૂપચાપ હાજરવીર સદગુરૂ પાસે જઇને બેસી ગયા સદગુરૂ આ બધી પિરિસ્થતી જાણી ગયા છતાં હાજરવીરને પૂછયું કે ઘાસ લાવ્યા ?. હાજરવીરે જવાબ આપ્યો સાતવર્ષથી અંહી દુકાળ પડી રહયો છે ઘાસ કયાંથી હોય?. ત્યારે સદગુરૂઅઝ કહયુ જાવ પટેલને કહો કે આજે મધરાતે મુશળધાર વરસાદ પડવાનો છે માટે તમારા પશુ અને છોરું ને સાચવજો અને સાવધ રહેજો. આ વાત હાજરવીરે જઇને પટેલને કરી પછી પટેલે પોતાની પાસે સાચવેલા થોડા ઘાસચારામાંથી ઘાસ આપ્યું.પછી પટેલ વિચારે છે કે વાદળ નથી તો વરસાદ કયાંથી પડવાનો? તેમને સદગુરૂનાં વચનમાં શંકા ઉપજી. મધરાત થતાં જ વાદળ ઘેરાવા લાગ્યા અને વીજળીનાં કડાકા સાથે જોરદાર વરસાદ પડવા માંડયો અને વેલજી પટેલનાં ઘર પર વીજળી પડતાં તેમના એકનાં એક દીકરાનું અવસાન થયું આ બાજું વરસાદને કારણે સાત સાત વર્ષનાં દુકાળ તળ્યા પણ પોતાના એકનાં એક દીકરાનું મરણ થતાં પટેલની ખુશી દુ:ખમાં ફેરવાય ગઇ. સ વાતની જાણ થતાં સદગુરૂ પટેલને ત્યાં ગયા અને પટેલનાં અવસાન પામેલા દીકરાને સજીવન કર્યા અને સાત વર્ષનાં દુકાળ પણ દૂર કર્યા ત્યારથી આ ગામનાં લોકો અને વેલજી પટેલે સદગુરૂ પાસે સતપંથ ધર્મનો ઉપદેશ લઇ પાળવા લાગ્યા.
પાંડવો નાં વનવાસ દરમ્યાન જયાં કુંવારીકાક્ષેત્ર આવેલું છે તે સ્થાનની પાસે સદગુરૂ ફરતા ફરતા આવી પંહોચે છે. દ્રાપરયુગમાં શ્રીકૃષ્ણભગવાન આ કુંવારીકાક્ષેત્ર (હાલનું પીરાણાધામ)ની રક્ષા માટે પોતાની યોગમાયાથી એક વીકરાળ સિંહ નું નિર્માણ કરી તેને આજ્ઞા આપેલી હતી કે તારે આ સ્થાનનું અને પાંડવોનું રક્ષણ કરવું.થોડા વખત પછી પાંડવો વિરાટ નગરી ચા૯યા જશે ત્યાર પછી પણ તારે અહીં રહી આ કુંવારીકા ક્ષેત્રનું રક્ષણ કરવું કારણ કે કળયુગમાં જયારે વિષ્ણુ ભગવાન દશમો અવતાર શ્રી નિષ્કલંકી નારાયણ નામથી અવતાર ધારણ કરશે ત્યારે બ્રહ્મા સ્વરૂપે સદગુરૂ ઇમામશાહ મહારાજ આવશે ગીરમથા ગામથી તે તીર છોડી તારો જમણો કાન વિંધશે અને તે તીર જમીનમા. જશે ત્યારે તુ તારી ફરજમાંથી મુકત થશે.અને જયાં તીર જમીન ઉપર પડશે તે સ્થાન કુંવારીકાક્ષેત્ર તરીકે ઓળખાશે. અને તે જ કળયુગનું ક્ષેત્ર થશે.ત્યાં સદગુરૂ મંદિર બાંધશે.વિષ્ણુ ભગવાનના પહેલા મચ્છ અવતારમાં બ્રહ્માજીનાં ચાર વેદની ચોરી કરી શંખવાનામનો રાક્ષસ સાતમાં પાતાળે ધરતીમાતાના શરણે ગયો હતો મચ્છ અવતાર રૂપે વિષ્ણું ભગવાન શંખવાને પકડવા માટે પાતાળે ગયા અને ધરતીમાતાને કહે છે કે બ્રહ્માજીનાં ચાર વેદની ચોરી કરી શંખવો આવ્યો છે. તેને મને સોંપી દો ત્યારે ધરતીમાતા કહે છે કે મારી સાથે લગ્ન કરો તો તમારા ચોરને હું આપીશ ત્યારે વિષ્ણું ભગવાને વચન આપ્યું કે તમારી સાથે લગ્ન કરીશ પણ હમણા નહીં જયારે મારો કળયુગમાં દશમો અવતાર નિષ્કલંકી નારાયણ સ્વરૂપે થશે ત્યારે કરીશ ત્યારે ધરતીમાતાએ શંખવાને આપ્યો હતો. આ તરફ વેલજી પટેલનાં પુત્રને સજીવન કરી સાત વર્ષના દુકાળ ટાળ્યા એટલે ગામલોકો અને વેલજી પટેલે સદગુરૂને વિનંતી કરી કે તમારી ઈચ્છા હોય તે જણાવો.ત્યારે સદગુરૂ ઇમામશાહમહારાજે મંદિરનાં નિર્માણ માટે જગ્યાની માંગણી કરી.અને કહયું કે હું ગીરમથાના તળાવમાં જયાં તંબુ હતો ત્યાંથી તીર છોડીશ અને જયાં આ તીર પડશે ત્યાં હું મંદિરનું નીર્માણ કરીશ. આમ કહી સદગુરૂ ઇમામશાહ મહારાજે તીર પિશ્વમ દિશા તરફ છોડયું ત્યારે શિંહ ડાબા પડખે સૂતો હતો એનો જમણો કાન વીંધી તીર જમીનમાં ઉતરી ગયું ઇજા થવાથી શિંહ એકદમ ચોંકી ઉઠયો પણ જમણો કાન છેદાવાથી તેને ભગવાન શ્રીકૃષ્ણનાં વચનનું સ્મરણ થયું અને ઉભો થયો અને આજુબાજુ જોવા લાગ્યો અને બો૯યો ધન્ય છે આજની આ ઘડીને કે મને સદગુરૂનાં દર્શન થશે.થોડીવારમાં સદગુરૂ ઇમામશાહ મહારાજ અને ગામજનો ત્યાં આવી પહોંચ્યા સદગુરૂને આવતા જોઇ શિંહ નમીને ઉભો રહયો. સદગુરૂ શિંહ પાસે ગયા શિંહનાં શરીર ઉપર હાથ ફેરવ્યો.એટલે શિંહ ની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા સિંહે સદગુરૂને પ્રણામ કર્યા તેમણે શિંહ ને નીજધામ જવાની રજા આપી સિંહે સદગુરૂને ફરીથી પ્રણામ કર્યા અને સાથે આવેલા ગામ લોકોને નિહાળી લઇ પોતે રજા માંગે એવો ભાવ કર્યો અને શિંહ એકદમ અદ્રશ્ય થઇ ગયો. ગામ લાકો આ જોઇ સદગુરૂની જય બોલવા લાગ્યા ત્યાર પછી સદગુરૂએ ત્યાં મંદિર બંધાવ્યું અને ત્યાં રહેવા લાગ્યા.એ ધામનું નામ છે પ્રેરણાપીઠ પીરાણા ત્યાં નિષ્કલંકી નારાયણ ભગવાનનાં કુંવારીકા ધરતી સાથે લગ્ન થશે.કુંવારી ધરતીના આજની તારીખે પણ દર્શન ત્યાં થાય છે.આ તરફ નાયાકાકા ગામે ગામ પ્રચાર કરતા કરતા ૨૪ વર્ષ થઇ ગયા અને ચલોતરનાં પેટલાદ તાલુકામાં આવ્યા ભાભારામ મહારાજ તપ કરતા હતા ત્યાં તેમને મળવા જવા નાયાકાકા નીક૯યા સતત ૨૪ વર્ષ તપ કરવાથી ભાભારામ મહારાજનું શરીર સુકાઇ ગયું હતું છતાં તે જ અિપ્રતમ હતું તપશ્વર્યા દરમ્યાન ધર્મથી માનેલી વડીલ બહેન સાધ્વી કીકીબાઇ સેવા કરતી અને પોતે પણ ભિકતમાં રસમગ્ન રહેતી હતી.નાયાકાકાને આવતા જોઇ બંન્ને સંતો ભેટી પડયા અને આંખમાં આનંદના આંસુ આવી ગયા પછી તેમણે ચર્ચા વિચારણાનાં અંતે સદગુરૂનાં દર્શન કરવા જવાનો વિચાર કર્યો સાધ્વી કીકીબાઇને લઇ પીરાણાના તરફ ચાલતા જવા લાગ્યા સદગુરૂનાં નામનો જયઘોષ બોલતા બોલતા પીરાણા આવી પહોંચ્યાં. સદગુરૂ ઇમામશાહ મહારાજ તેમને તેડવા માટે સામે ચાલીને આવે છે.એ જોઇ ત્રણેય સંતો પરમ હિર્ષત થયા સદગુરૂનાં દર્શન થવાથી ત્રણે જણાને અિત આનંદ થયો બીજા દિવસથી તેમને સદગુરૂએ બ્રહ્મ ઉપદેશ આપવાનુ શરૂ કર્યુ.એટલે સંત નાયાકાકા ભકતભાભારામ સાધ્વી કીકીબાઇ પૂજય શાણાકાકા કે જેઓ અ સમયે મંદિર નિર્માણમાં મહત્વનું યોગ દાન આપેલ હતું અને સદગુરૂ ઇમામશાહ મહારાજ સાથે જ મંદિરમાં રહીને તેના વહીવટી કામ કાજમાં મદદ કરતા હતા એ બધા સેવકોને ઇમામશાહ મહારાજે એક દિવસ પોતાની પાસે બોલાવી અને કહયું હવે મારો જવાનો સમય થઇ ગયો છે માટે હું તમને જે વરદાન આપુ છું તે તમે પાળજો.અને હવે હું સમાધી લેવા માંગુ છું તેથી ઇ.સ. ૧૫૦૦નાં અરસામાં એટલે સંવત ૧૫૫૭ માં પોતે બંધાવેલા મંદિરમાં સમાધિ બાંધવાનું શરૂ કર્યુ. પછી સદા સંગે રહેનાર હાજરવીરને કહયું કે મારા સમાધિષ્ઠ થયા પછી થોડાજ દિવસમાં તમારૂ દેહાવસાન થશે ત્યારે મારી સમાધિ થી વીસ ડગલાં છેટે તમારી સમાધિ બાંધવામાં આવશે.લોકો પ્રથમ તમારી સમાધિ ને નમસ્કાર કરી પાનફૂલ અર્પણ કરશે અને પછી મને પાનફૂલ અર્પણ કરી નમન કરશે.તમારી સમાધિ ખુલ્લા માં રહેશે અને ગમે એવી ગરમીમાં પણ તમારી સમાધી શીતળ (ઠંડી) જ રહેશે.પછી સદગુરૂએ નાયાકાકાને બોલાવી કહયું તમારે કાનમ જીલ્લા માં કુકસ ગામે જઇને એક મંદિર બંધાવી ત્યાં રહેવું અને ઘી અંખડ દીવો બળતો રાખવો છતાંય તેને કાજળ બીલકુલ આવશે નહીં.કાયમ સદાવ્રત રાખી હજારો લાખો માણસો તમારો ઉત્સવ ઉજવશે.પછી સદગુરૂએ સંત ભાભારામ અને સાધ્વી કીકીબાઇને કહયું હે પરમ પ્રિય ભકત જનો તમારી તપશ્રર્યાનાં ફળ તરીકે ભકતભાભારામે દેવાગામે મંદિર બાંધવું અને તે ગામની નજીકનાં રૂણ ગામે સાધ્વી કીકીબાઇએ મંદિર બાંધવું અને એમાં અખંડ જયોત સળગાવવી એ જયોતમાં પણ કાજળ આવશે નહી.તમારે ત્યાં યાત્રાળુઓથી મેળા ભરાશે અને અન્નક્ષેત્ર પણ ચાલુ રહેશે તમારા ભંડારમાં કોઇપણ વસ્તુ ખૂટશે નહી.પૂજય શાણાકાકાએ પણ જીદંગી સુધી ગુરૂસેવા કરી હતી તે સેવાનાં ફળ રૂપે ગુરૂજીએ પોતાની હયાતીમાં સ્થાપના કરેલા મંદિરમાં પૂજા પાઠ કરવા અને સંસ્થા ચલાવવા માટે અને તે પ્રમાણે એ સંસ્થા ચલાવવા માટે અને આખી સંસ્થાનાં વહીવટ કર્તા નીમ્યા અને તે પ્રમાણે એ સંસ્થા (પ્રેરણાપીઠ)નો વહીવટ ચલાવવા માટે બ્રહ્મચારી ગાદીપિતિ પરંપરાગત ચાલુ રાખવી.એવું પૂજય શાણાકાકાને કહી બધાને આશીર્વાદ આપ્યા.પછી સદગુરુ પોતે બંધાવેલા મંદિરમાં સમાધિષ્ઠ થયા.સમાધિષ્ઠ થયાં ત્યારે તે સ્થાન પાસે એક દિવ્ય જયોતી સ્વરૂપ પ્રગટ થયું તે તેજોમય જયોતી સ્વરૂપ બધેય વ્યાપી રહયું એ દિવ્ય જયોતિ (અખંડજયોત)નાં પ્રત્યક્ષ દર્શન કરનારા એ પાંચે શિષ્યોને સમાધિમાંથી નીકળતા મધુર ગાનમાંથી એક દિવ્ય વાણી સંભળાઇ એનો સારાંશ એ હતો કે મારા વહાલા સતપંથી સદભક્તો તમારૂ કાર્ય પૂર્ણ કરજો દશમો અવતાર ભગવાન શ્રી નિષ્કલંકી નારાયણ સ્વરૂપે આ કળીયુગનાં અંતે જયારે પ્રગટ થશે ત્યારે આપણા બધાનો ફરીથી મેળાપ થવાનો છે.જે ભકતોને મારા દર્શનની ઇચ્છા હશે તેમને મારા દર્શન હંમેશા થતાં રહેશે હું સમાધિષ્ઠ થયા પછી પણ કળીયુગનાં અંત સમય સુધી પ્રેરણાપીઠ પીરાણામાં અને દરેક સદા સતપંથી ભકતો સાથે જ છુ માટે તમને આપેલા સત્પંથના. જ્ઞાન મુજબ આચરણ કરી લોકોને ઉપદેશ આપી આત્મ જાગૃતિ કરો.મહારાષ્ટ્રમાં પણ સતપંથ સનાતન ધર્મને વિકસાવનાર બ્રહ્મલીન આર્ચાય શ્રી જગન્નાથ મહારાજએ વિકસાવ્યો છે. એમના પછી જે અધુરા કાર્ય હતા તે મહારાષ્ટ્રમાં આવેલા ફૈજપુર મંદિર નાં વર્તમાન ગાદીપતિ જર્નાદન મહારાજે મહારાષ્ટ્રનાં જ નહી પણ ગામે ગામ અને દેશ પરદેશ ફરીને સત્પંથ ધર્મનો ઉપદેશ અને કળીયુગમાં એના મહત્વનો પ્રચાર પ્રસાર કર્યો છે.